કોરોનાના દર્દીઓથી ઉભરાય છે સિવિલ, હાલની લેટેસ્ટ પરિસ્થિતિ જાણીને તમારી પણ ફાટી જશે આંખો

કોરોનાની બીજી લહેર અમદાવાદ માટે ભારે પડી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 49420 પર પહોંચ્યો છે જ્યારે કુલ ટેસ્ટ હવે 20 લાખની નજીક છે. આમ, અમદાવાદમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 2.5% છે. મતલબ કે, અમદાવાદમાં પ્રત્યેક 100 ટેસ્ટમાં 2થી વધુ વ્યક્તિના કેસ પોઝિટિવ આવે છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રત્યેક 1 હજાર ટેસ્ટમાં સરેરાશ 25ના કેસ પોઝિટિવ આવે છે તેમ કહી શકાય. અમદાવાદમાં દર કલાકે સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 455 કોરોના વોરિયર્સ સંક્રમિત થઈ ચુક્યા છે. જેને લઈને લોકોની ચિંતા વધી છે.

અમદાવાદમાંમાં કુલ 293 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં

image source

અમદાવાદમાં કોરોનાની કેટલી ખરાબ સ્થિતિ છે તે આ આંકડા સાબિત કરે છે. આમ તો કોરોનાના કેસ વધતાં તંત્રે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરવાની નવી રણનીતિ અપનાવી છે. આજની સ્થિતિમાં શહેરમાં કુલ 293 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છે. આના કારણે 24,000 લોકો તેમના ઘરમાં કેદ થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત ધમધમી એમબ્યુલન્સના સાયરનની ગુંજ સંભળાઈ રહી છે. આ ગુંજ દર્શાવી રહી છે હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓની વધેલી સંખ્યા. એક એમ્યુલાન્સની સાથે દર કલાકે સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ પણ નોંધાઇ રહ્યા છે ત્યારે 1200 બેડમાં 700થી વધુ કેસો સારવાર હેઠળ દાખલ કરાયા છે.

image source

બીજી તરફ હોમ આઇસોલેશન હેઠળના દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું છે. તેમાં પણ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બેદરકારીથી જે તે દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી. અગાઉની કોરોના ફર્સ્ટ વેવમાં પણ હોમ આઇસોલેટેડ દર્દી પ્રત્યે તંત્ર લાપરવાહી દાખવતું હોવાની તંત્ર સામે ગંભીર ફરિયાદ ઊઠી હતી.

કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભા કરાયા

image source

અમદાવાદમાં સ્થિતિ એટલી હદે ખરાબ બની છે કે સિવિલની કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભા કરાયા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 455 વોરિયર્સ સંક્રમિત થયા છે જેમાં હજી પણ 72 વોરિયર્સ સારવાર અર્થે એડમિટ છે સિવિલની કિડની હોસ્પિટલમાં 250 દર્દીઓ, યુએન મહેતા માં 250 દર્દીઓ એડમિટ અને કેંસર વિભાગમાં 259 દર્દીઓ એડમિટ કરાયા છે. 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ દોઢ ગણો વધ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવાની ફરજ પડી છે.

ટોસિલિઝુમેબ અને રેમિડીસીવીર ઇન્જેકશનનો 60 ટકા ઉપયોગ વધ્યો

image source

ટોસિલિઝુમેબ અને રેમિડીસીવીર ઇન્જેકશનનો 60 ટકા ઉપયોગ વધ્યો છે જ્યારે 40 હજાર લીટરના ઓક્સિજનનો વધારો કરવો પડી રહ્યો છે. 1200 બેડમાં 200થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે. તો બીજી તરફ કોરોના ગાઈડલાઈનથી સ્મશામનાં વધુને વધુ મૃતદેહોની અંતિમવિધિ કરાઈ રહી છે પરંતુ સ્માશનના ચોપડે કે, મરણના પ્રમાણપત્રણાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન આવતો હોવાથી મૃત્યુના સાચા આંકડામાં ગફલત ઉભી થતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા 8 દિવસમાં કુલ 2977 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 2026 થયો છે. જ્યારે છેલ્લા 7 દિવસમાં 68 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યું થયા છે.

ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 2.70%

image source

ગુજરાતમાં પ્રત્યેક 10 હજાર ટેસ્ટમાં 270 વ્યક્તિના કેસ પોઝિટિવ આવે છે તેમ કહી શકાય. ગુજરાતના જે જિલ્લામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો સૌથી વધુ છે તેમાં જામનગર 4.90% સાથે મોખરે છે. જામનગરમાં 1.90 લાખથી વધુ ટેસ્ટ સામે 9164 કેસ નોંધાયેલા છે. વડોદરા 4.40% સાથે બીજા, ગાંધીનગર-સુરત 3.60% સાથે ત્રીજા, મહેસાણા 3.40% સાથે ચોથા જ્યારે રાજકોટ-ભરૂચ 3.10% સાથે પાંચમો ક્રમ ધરાવે છે.

ગુજરાતમાં પ્રત્યેક 10 હજાર ટેસ્ટમાં 270 પોઝિટિવ

image source

આ યાદીમાં અમદાવાદનો ક્રમ આઠમો છે. ડાંગમાં સૌથી ઓછો 0.60% ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે. જોકે, ડાંગમાં કુલ ટેસ્ટનું પ્રમાણ હજુ 23 હજારે પહોંચ્યું નથી અને કુલ કેસનો આંક 128 છે. પોરબંદરમાં 0.90%, અરવલ્લીમાં 1.00%, છોટા ઉદેપુરમાં 1.10%, વલસાડમાં 1.20%નો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત