જીવલેણ કોરોના વાયરસની લેટેસ્ટ અપડેટ વાંચીને તમે પણ ઘરમાં નાચવા લાગશો, જાણો પણ હજુ રાખજો કાળજી

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં થઈ રહેલ સતત ઘટાડો જળવાઈ રહ્યો છે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૯૫ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના રોજના કેસનો આંક ૫૦૦થી નીચે આવી ગયો છે તેવું તા. ૧૨ જુન, ૨૦૨૦ એટલે કે, ૨૨૦ દિવસમાં પહેલીવાર આવું બન્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસનો આંકડો હવે ૨,૫૬,૩૬૭ કેસ થઈ ગયા છે. કોરોના વાયરસ સંક્રમણથી સતત બીજા દિવસે પણ બે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે મૃત્યુઆંક હવે ૪૩૬૭ થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં વર્તમાન સમયમાં ૬૧૯૩ સક્રિય કેસ છે જયારે ૫૪ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

image source

અમદાવાદ જીલ્લામાં એક દિવસના અંતરમાં જ ફરીથી ૧૦૦ કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૯૮ કેસ, ગ્રામ્ય વિસ્તારમાં ૩ કેસ નવા કેસ સામે આવ્યા છે જયારે ૧૦૧ નવા કેસ શહેરમાં સામે આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં હવે કુલ કોરોના વાયરસનો આંક ૫૯,૯૪૧ છે, સુરત શહેરમાં 86 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં ૯ કેસની સાથે કુલ ૯૫ નવા કેસ સામે આવ્યા છે ત્યારે હવે ૫૧૫૦૦ કેસ થયા છે. વડોદરા શહેરમાં ૭૪ નવા કેસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ નવા કેસની સાથે કુલ ૯૮ કેસ સામે આવ્યા છે.

image source

રાજકોટ શહેરમાં ૫૯ નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ નવા કેસની સાથે કુલ ૭૩ કેસ નોંધવામાં આવ્યા છે. આવી રીતે કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસનો આંકડા વડોદરા શહેરમાં ૨૬,૮૮૦ અને રાજકોટ શહેરમાં ૨૧,૫૮૭ કેસ છે. જયારે અન્ય જીલ્લાઓ જ્યાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે કેસની સાથે દાહોદમાં ૧૬ કેસ સામે આવ્યા છે, જયારે ગાંધીનગરમાં ૧૫ કેસ સામે આવ્યા છે. જયારે જુનાગઢમાં ૧૩ કેસ નોંધવામાં આવ્યા છે અને ભરૂચ શહેરમાં ૯ કેસ અને જામનગર અને ખેડાની સાથે ૭ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

સતત બીજા દિવસે પણ કોરોના વાયરસના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુઆંક હવે ૨૨૮૧ થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુદર ૧.૭૦% જેટલો જળવાઈ રહ્યો છે.

image source

જયારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૧૭૪ કેસ, સુરતમાં ૯૮ કેસ, વડોદરામાં ૧૦૭ કેસ, રાજકોટમાં ૮૪ કેસ આવી રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ ૭૦૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨,૪૫,૮૦૭ દર્દીઓ સ્વસ્થ થવાના લીધે રીકવરી રેટ પણ વધીને ૯૫.૮૮% છે.

image source

ગુજરાત રાજ્યમાં અત્યારના સમયમાં ૪,૬૭,૫૫૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન અંતર્ગત રાખવામાં આવ્યા છે. રવિવારના રોજ કરવામાં આવેલ ૩૪,૮૨૭ ટેસ્ટ થવાની સાથે જ કોરોના વાયરસના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૦૩ કરોડ સુધી પહોચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત