UKથી આવતા લોકો માટેની નવી ગાઇડલાઇન્સ: પેસેન્જર્સે પોતાના ખર્ચે કરાવવો પડશે આ ટેસ્ટ, જાણો કઇ તારીખથી શરૂ થશે ફ્લાઇટ્સ

8 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી, યુકેથી આવનારા તમામ મુસાફરોને કોવિડ -19 ટેસ્ટ ફરજીયાત કરાવવો અને તે પોતાના ખર્ચે કરાવવો પડશે. શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી SOP (standard operating procedure) માં આ માહિતી આપવામાં આવી છે. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીથી ભારત અને બ્રિટેન વચ્ચે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે, જ્યારે યુકેથી ભારત આવતી માટે ફ્લાઇટ્સ 8 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.

15-15 ફ્લાઈટ ઓપરેટ થશે

image source

આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે દરેક સપ્તાહે બંને તરફથી 15-15 ફ્લાઈટ ઓપરેટ થશે. એવામાં કોરોનાના નવા વેરિયેન્ટ પર ધ્યાન રાખવા અને એ વધુ ન ફેલાય એ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી છે, જે એરલાઇન્સ અને પેસેન્જર્સ માટે છે. UKથી આવતા યાત્રિકોને પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

શું છે નવી ગાઈડલાઈન

image source

સૌ પ્રથમ તો UKથી આવતા પેસેન્જર્સે એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવા જરૂરી રહેશે. આ ઉપરાંત તમામ પેસેન્જર્સે છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પડશે. કોરોનાની તપાસ કરાવવા માટે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે. 8 જાન્યુઆરીથી 3. જાન્યુઆરી વચ્ચે UKથી આવતા પેસેન્જર્સે યાત્રાના 72 કલાક પહેલાં www.newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું પડશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) એલિઝિબલ એરલાઇન્સને UK માટે લિમિટેડ ફ્લાઇટ્સની પરમિશન જાહેર કરશે. એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે UKથી આવતી ફ્લાઈટ્સ વચ્ચે અંતર રહે, જેથી એરપોર્ટ પર ભીડ ભેગી ન થાય. DGCA એ વાત પર પણ નજર રાખશે કે એરલાઇન્સ UKથી આવતા પેસેન્જર્સને કોઈ ત્રીજા દેશના એરપોર્ટથી ટ્રાન્ઝિટની પરમિશન ન આપે.

72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો જરૂરી

image source

તો બીજી તરફ તમામ યાત્રિકોએ ફ્લાઈટના 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો જરૂરી છે, જે www.newdelhiairport.in પર અપલોડ કરવો પડશે. એરલાઇન્સે એન્શ્યોર કરવું પડશે કે નેગેટિવ રિપોર્ટ દેખાડ્યા બાદ જ પેસેન્જર્સને ટ્રાવેલની પરમિશન આપવામાં આવે. એરલાઇન્સે એરપોર્ટના વેઈટિંગ એરિયામાં SOP સાથે જોડાયેલી માહિતી ડિસ્પ્લે કરવી પડશે. ચેકઈન પહેલાં યાત્રિકોને એ અંગે સમજવું પડશે અને ફ્લાઇટની અંદર પણ એનાઉન્સમેન્ટ કરવું પડશે.

જીનોમ સિક્વેન્સિંગમાં જો જૂના વેરિયેન્ટ મળે છે તો પેશન્ટને હોમ આઈસોલેશન કે કોવિડ સેન્ટરમાં રાખવાનો હાલનો પ્રોટોકોલ લાગુ રહેશે. જો નવા વેરિયેન્ટ મળી આવે છે તો સેપરેટ આઈસોલેશન યુનિટમાં જ રાખવામાં આવશે.

દરેક એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવાશે

image source

એરપોર્ટ પર ટેસ્ટિંગમાં જે પેસેન્જર્સ પોઝિટિવ મળી આવે તેમને સ્ટેટ હેલ્થ ઓથોરિટીઝના કો-ઓર્ડિનેશનવાળા સેપરેટ આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે. મુસાફરોને મદદ કરવા માટે દરેક એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવવાની પણ વાત કરવામાં આવી છે. જે મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેઓને રાજ્યના આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે. તેમના નમૂનાઓને વધુ તપાસ માટે Genomics Consortium (INSTA COG) Labs મોકલવામાં આવશે. જો તપાસમાં જાણવા મળ્યું છે કે પેસેન્જરને નવા કોરોના વાયરસ સ્ટ્રેનનો ચેપ લાગ્યો છે, તો તેને એક અલગ રૂમમાં રાખવામાં આવશે અને જ્યાં સુધી તે કોરોના નેગેટિવ ન થાય ત્યાં સુધી તેની સારવાર ચાલુ રાખવામાં આવશે.

નવા કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 થઈ

image source

દેશમાં નવા કોરોનાથી સંક્રમિત વધુ ચાર દર્દીઓ મળ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 29 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે. તમામ 23 ડિસેમ્બર પહેલાં બ્રિટનથી ભારત પરત ફર્યા હતા. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી શુક્રવારે આપી હતી. એક્સપર્ટ તેને પહેલાના કોરોના વાયરસથી 70% વધુ ખતરનાક ગણાવી રહ્યાં છે.

8 જાન્યુઆરીથી ફરી શરૂ થશે વિમાન સેવા

image source

ભારત અને બ્રિટન વચ્ચે 8 જાન્યુઆરીથી સશર્ત ફ્લાઈટ ચાલશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી. હરદીપસિંહે કહ્યું કે 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી બંને દેશ વચ્ચેની ફ્લાઈટ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ માટે માત્ર 15 ફ્લાઈડ પ્રતિ સપ્તાહ સુધી જ સીમિત રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન આવ્યાં બાદ યુરોપિયન દેશ અને ભારત વચ્ચેની ફ્લાઈટ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. જેને ફરી વધારીને 7 જાન્યુઆરી કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત