કામની વાત/ જાણો કોરોનાની રસી લીધા બાદ તમારે શું કરવું જોઈએ અને શું નહીં

કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન લગભગ સમગ્ર વિશ્વમાં શરૂ થઈ ગયું છે. ભારતમાં રસીકરણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રસીકરણએ હર્ડઈમ્યુનિટી મેળવવા માટેનું એક સારું માધ્યમ છે. તેનાથી આપણને એ સમજ આવી જશે કે જીવન ફરી પાટા પર કેવી રીતે ફરી શકે છે. જો કે, માત્ર રસી લઈ લેવીએ આ રોગચાળાના અંતની સંપૂર્ણ બાંયધરી નથી.

image source

ઉપયોગમાં લેવામાં આવતી રસી હજુ પણ પ્રાયોગિક છે, તેનુ કાર્યને ટેકો આપવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા નથી. રસીકરણ અને નિવારણનો દર મોટા ભાગે રસીકરણની સંખ્યા અને ઉપયોગ માટે ઉપલબ્ધ ડોઝ પર આધાર રાખે છે. તેથી, કોવિડ -19 યુગ પહેલાંની જેમ જીવનની શરૂઆત કરવી સરળ નહી રહે. પરંતુ આપણે રોગચાળાને વિદાય આપતા પહેલા લાંબી લડત લડવી પડશે. સલામતીથી થઈ શકે છે તેવી પ્રવૃત્તિઓ અને રસીકરણ પછી કેવી પ્રવૃતિ ન કરવી તેના વિશે જાણવુ જરૂર છે.

માસ્કની અવગણના ન કરી શકાય

image source

માસ્કથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરવો એ હાલમાં સૌથી મોટી ભૂલો હશે. રસીકરણ, જો કે, ફક્ત અમુક હદ સુધી રક્ષણ પૂરું પાડે છે. પરંતુ ફરીથી ચેપ લાગવો હજુ પણ એક વાસ્તવિક ખતરો છે જેનો ઇનકાર ન કરી શકાય. સામૂહિક રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવામાં એક વર્ષ કરતા વધુ સમય લાગશે. આનો અર્થ એ કે હજી પણ ચેપનું જોખમ રહેલું છે. આપણે નથી ખબર કે કોણ કોરોના વાયરસનો વાહક છે અને કોણ નથી. કેટલાક લોકો એવા પણ હશે જે રસીનો ડોઝ નહીં લે.

45 દિવસ સુધી દારૂ પી શકતો નથી

image source

મજબૂત અને સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ ટેકો આપે ત્યારે જ રસી કાર્ય કરે છે. આ કારણોસર, નિષ્ણાતોએ દારૂ ન પીવાની સલાહ આપી છે. તેમના મતે, લોકોએ રસી લીધા પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી દારૂ પીવા ન પીવો જોઈએ. માનવામાં આવે છે કે આલ્કોહોલ રોગપ્રતિકારકશક્તિને દબાવી દે છે.

કોવિડ -19 દર્દીઓની સંભાળ રાખી શકે છે

image source

રસીની સંપૂર્ણ ડોઝ લીધા પછી, તમે કોવિડ -19 દર્દીઓની સંભાળ લેવાનું શરૂ કરી શકો છો. આ એક મુખ્ય કારણને ધ્યાનમાં રાખીને, આરોગ્ય કર્મચારી, ડોકટરોને પ્રાથમિકતાના આધારે ડોઝ આપવામાં આવી રહ્યા છે. હજી પણ મૂળભૂત સુરક્ષા પગલાંને અનુસરવાની જરૂર રહેશે.

સામાજિક અંતર(Social distance)નું પાલન હજી પણ જરૂરી

image source

ચેપને રોકવા માટે છ ફુટનું અંતર એ એક સારો માર્ગ છે. ઘણા સંશોધકોએ સાબિત કર્યું છે કે રોગચાળો શરૂ થયા પછી પૂરતા સામાજિક અંતરથી ચેપનું જોખમ ઓછું કરવામાં મદદ મળી છે. સોશિયલ ડિસ્ટન્સથી કોરોનાના સંક્રમણનું જોખમ ઘણા હદસુધી ઘટી જાય છે.

હજી પણ કેટલાક સ્થળોએ ભય રહેશે

image source

રસીકરણથી ખરેખર લોકોને તેમના મન પ્રમાણે ફરવાની મજૂરી મળી જતી નથી અથવા શરૂઆતના સમયમાં મોટી સંખ્યામાં લોકો એકઠા ન થઈ શકે. પૂરતા પ્રમાણમાં હર્ડ ઈમ્યૂનિટી પ્રાપ્ત કર્યા સુધી ઘણા લોકો એવા હશે જેમને હજુ રસી આપવામાં આવી નહી હોય. આવી સ્થિતિમાં, એવી ચેતવણી છે કે ચેપ અન્યમાં ફેલાય શકે છે. આપણે એ યાદ રાખવું જોઇએ કે રસી ફક્ત શરીરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે કામ કરશે, અને તે જરૂરી નથી કે સંક્રમણને ફેલાતુ રોકી દે. તેથી ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.

રસી લીધા બાદ આ વાતનું ધ્યાન રાખો

રસી લીધા બાદ વ્યક્તિએ થોડો સમય સેન્ટર પર જ બેસવુ. ડોક્ટરની સલાહ બાદ ત્યાથી નિકળવુ.

ઈન્જેક્શન સાઇટ પર પીડા અને તાવ જેવી આડઅસર સામાન્ય વાત છે. આ વિશે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. શરદી અને થાક જેવી કેટલીક અન્ય આડઅસરની પણ અપેક્ષા કરી શકાય છે, પરંતુ તે થોડા દિવસોમાં જ દૂર થઈ જાય છે.

image source

રસી સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને વધુ ઝડપથી અસર કરે છે. આથી જ નિષ્ણાતો રસી પહેલા અને પછી આલ્કોહોલનું સેવન ન કરવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતોના મતે લોકોએ રસી લીધા પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી દારૂનું સેવન ન કરવું જોઈએ.

રસીના બંને ડોઝ લીધા પછી, રસી લેનાર વ્યક્તિ કોવિડ -19 દર્દીઓની સંભાળ રાખી શકે છે. આ જ કારણ છે કે કોરોના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી છે.

image source

કોરોના રસી લેનાર લોકોએ પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ચેપને રોકવા માટે છ ફુટનું અંતર એ એક સારો માર્ગ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કોરોના રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી પૂરતા પ્રમાણમાં સામાજિક અંતરને લીધે ચેપનું જોખમ ઓછું કરવામાં મદદ મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!