Site icon News Gujarat

દેશભરમાં આજથી કોરોના વેક્સિનનું ડ્રાય રન શરૂ, જાણો ગુજરાતના ક્યાં જિલ્લાની થઈ પસંદગી

દેશમાં કોરોના રસીનો ડ્રાય રન શરૂ થઈ ગયો છે. દેશભરના 116 જિલ્લાઓમાં 259 કેન્દ્રો પર રસીનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ત્રણ કેન્દ્રોમાં ડ્રાય રન ચાલી રહ્યો છે. અહીં જીટીબી હોસ્પિટલમાં જતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ ડ્રાય રનની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે અમારી રસીનો રિકવરી રેટ વિશ્વમાં સૌથી સારો છે. તેમણે દેશવાસીઓને અફવા પર ધ્યાન આપવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યુ કે દેશના દરેક નાગરિકને ફ્રીમાં રસી મળશે. શુક્રવારે જ કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે.

વેક્સિનને લઈને અફવા પર ધ્યાન ન આપે લોકો

image source

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને ખુદ દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ડ્રાય રનનો અહેવાલ લેવા ગયા હતા. તેમણે અહીં કહ્યું હતું કે દેશને રસીકરણનો અનુભવ છે અને આ રસી લોકોની સલામતી માટે છે, તેના વિશે કોઈ ગેરસમજ ન રાખો, તમને જણાવી દઇએ કે દિલ્હીમાં આજે ત્રણ જગ્યાએ કોવિડ રસીનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે દ્વારકાની વેંકટેશ્વર હોસ્પિટલની પસંદગી દિલ્હીમાં ડ્રાય રન માટે કરવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ ડિસ્ટિક્ટમાં દરિયાગંજ દવાખાનાની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ શહાદરા જિલ્લામાં દિલશાદ ગાર્ડનની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (જીટીબી હોસ્પિટલ) માં ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે.

હેલ્પલાઈન નંબર 104 અને 1075 પહેલાંથી કાર્યરત

image source

મળતી માહિતી અનુસાર કોરોના વેક્સીન માટે સરકાર, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્ટેક હોલ્ડર્સની સાથે મળીને એક ટીમ તૈયાર કરી છે. કોરોનાને લઈને કોઈ પણ પ્રશ્નો માટે હેલ્પલાઈન નંબર 104 અને 1075 પહેલાંથી કાર્યરત છે. જેનાથી લોકોને યોગ્ય માહિતી અને મદદ મળી રહી છે. ગુજરાત, પંજાબ, આસામ, આંધ્રપ્રદેશમાં ડ્રાયરનનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 96 હજાર વેક્સિનેટરને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2360 પાર્ટિસિપેન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઈન્સ્ટિટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57 હજારથી વધુ પાર્ટિસિપેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિનથી સંબંધિત કોઈપણ માહિતી કોઈપણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને મેળવી શકાશે.

ગુજરાતના ચાર જિલ્લામાં ડ્રાય રન

image source

રાજ્યના ચાર જિલ્લામાં ડ્રાય રન કરાશે. આ જિલ્લા છે- દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ. રાજ્યના હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરેએ શુક્રવારે આ માહિતી આપી હતી.

આ છે ડ્રાય રન યોજના

image source

દરેક રાજ્યની રાજધાનીમાં ઓછામાં ઓછા ત્રણ કેન્દ્રો પર ડ્રાય રન કરવામાં આવશે. કેટલાક રાજ્યોમાં તે વિસ્તારોને પણ શામેલ કરશે જે દુર્ગમ છે અને જ્યાં માલની અવરજવરમાં મુશ્કેલી છે. મહારાષ્ટ્ર અને કેરળ સહિત ઘણા રાજ્યો રાજધાની ઉપરાંત અન્ય મોટા શહેરોમાં ડ્રાય રન ચલાવશે. ડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરાશે, જેમાં 1. બેનિફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી. 2. જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી. 3. સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન. 4. વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે.

દેશના આ સ્થળોએ થશે ડ્રાય રન

દિલ્હીમાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાના વેંકટેશ્વર હોસ્પિટલ, મધ્ય દિલ્લાના દરિયાગંજ ઔષધાલય, શાહદાર જિલ્લામાં ગુરુતેગ બહાદુર હોસ્પિટલમાં કરાશે. જ્યારે ઝારખંડ, રાંચી, પૂર્વી સિંહભૂમ, ચતરા, પલામૂ અને પાકુડમાં કોરોના વેક્સીન મોક ડ્રિલ અભિયાન ચાલુ રહેશે. કર્ણાટકની વાત કરીએ તો એહીં બેંગલૂરુ શહેરી ક્ષેત્ર, બેલાગવી, કાલાબુરાગી અને મૈસુર અને શિવમોગ્ગામાં અભિયાન ચાલુ રહેશે. આ સાથે તમિલનાડુમાં ચેન્નઈ નિલગીરી, તિરુનેવલેવી, તિરુવલ્લૂર અને કોઈમ્બતૂરમાં આ મોક ડ્રિલનું સંચાલન કરાશે. કેરળમાં આ મોક ડ્રિલ તિરુવનંતપુરમ, ઈડુક્કી, પલક્કડ અને વાયનાડમાં યોજાશે.

કોરોનાના કારણે મોતની સંખ્યા ઘટી

image source

તો બીજી તરફ વેક્સીનેશનને લઈને ફ્રંટલાઈન વર્કર્સ અને 50થી વધુ ઉંમરના લોકો પ્રાથમિકતામાં છે. દેશની જનસંખ્યાનું વેક્સીનેશન પહેલાં ફેઝમાં કરાશે નહીં. કોરોનાના કારણે મોતની સંખ્યા ઘટી રહી છે માટે હાઈ રિસ્ક વાળા લોકોને લિસ્ટમાં પહેલાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે એક્સપર્ટ પેનલે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી છે. હવે ડીજીસીએએ તેની પર નિર્ણય લેવાનો છે. બ્રિટનમાં આ વેક્સીનને ઈમરજન્સી યૂઝ માટેની મંજૂરી મળી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version