Site icon News Gujarat

છેલ્લા 24 કલાકમાં અધધધ..લોકોના થયા મોત, 2.33 લાખથી વધુ નોંઘાયા કેસ, ઘરમાં રહો..સુરક્ષિત રહો

શુક્રવારે મોડી રાત સુધી વિવિધ રાજ્યો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન દેશમાં બે લાખ 33 હજાર 757 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા એક કરોડ 45 લાખ 21 હજાર 683 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, 1,22,839 દર્દીઓ આ સમયગાળા દરમિયાન સાજા પણ બન્યા છે, આમ અત્યાર સુધીમાં 1,26,66,889 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

image source

આ દરમિયાન, દેશમાં કોરોનાના સક્રિય કેસ એક લાખથી વધુ વધ્યા છે અને 1,03,273 પર પહોંચીને 16,73,016 પર પહોંચી ગયા છે. તે જ સમયગાળા દરમિયાન 1,338 દર્દીઓનાં મોત થયા છે.

આ સાથે કોરોનાને કારણે મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,75,673 થઈ ગઈ છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 87.22 ટકા થઈ ગયો છે અને સક્રિય કેસનો દર 11.52 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે.

image source

મહારાષ્ટ્ર કોરોનાના એક્ટિવ કેસમાં સૌથી આગળ છે અને રાજ્યમાં 17,974 સક્રિય કેસના વધારા સાથે શુક્રવારે તેમની સંખ્યા વધીને 6,38,034 પર પહોંચી છે, જે દેશમાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન સંક્રમણના સર્વાધિક(પુરા દેશમાં)63729 નવા કેસ સામે આવતા સંક્રમિતોની કુલ સંખ્યા 37 લાખને પાર 37,૦3,584 થઈ ગઈ છે. તે જ સમયગાળામાં વધુ 45,335 દર્દીઓની સાજા થતા, કોરોનાથી કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 30 લાખથી વધીને 30,04,391 થઈ ગઈ છે અને 398 વધુ દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 59,551 થઈ ગઈ છે.

image source

તો બીજી તરફ દેશમાં વધતા જતા કોરોનાના કેસને જોતાં દેશનાં 12 રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની અછતની મુશ્કેલીઓ વધતી જાય છે. ઓક્સિજનની અછતને જોતાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. વિકટ પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકારની એમ્પોવર્ડ ગ્રુપ (EG2)એ ઈમર્જન્સી બેઠક કરી હતી. જેથી આગામી સમયમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય પગલા લઈ શકાય.

image source

તમને જણાવી દઈએ કે, શુક્રવારે 1 લાખ 61 હજાર 422 એટલે કે 69.05% નવા દર્દીઓ માત્ર 7 રાજ્યમાં જ વધ્યા છે. આમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં, 63,729,, ઉત્તરપ્રદેશમાં 27,360, દિલ્હીમાં 19,486, કર્ણાટકમાં 14,859, છત્તીસગઢમાં 14,912, મધ્યપ્રદેશમાં 11,045 અને કેરળમાં 10,031 લોકોન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો બીજી તરફ આ રાજ્યોમાં જ સૌથી વધુ 939 એટલે કે 70.17% જેટલાં મૃત્યુ નોંધાયાં છે. જે દર્શાવે છે કે હાલમાં આ રાજ્યોમાં કોરોનાની કેટલી ગંભીર સ્થિતિ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version