કોરોનાના કાળ વચ્ચે ગુજરાત માટે આવનારા આ બે દિવસો ભારે, જાણો આ વિશે હવામાન વિભાગે શું કરી મોટી આગાહી…

ગુજરાત રાજ્યમાં અત્યારના સમયમાં બે ઋતુઓનો અનુભવ ગુજરાતીઓ કરી રહ્યા છે. શિયાળાની ઋતુ પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉનાળાની
ઋતુની ગરમીની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આવા વાતાવરણમાં ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કેટલાક દિવસ પહેલા જ એક મહત્વની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આવનાર દિવસોમાં ગુજરાત રાજ્યના નાગરિકોને હીટવેવ (Heatwave) અને સખ્ત ગરમી સહન કરવા માટે તૈયારી રાખવી પડશે. ત્યાં જ માર્ચ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન જ સૂર્યદેવ આકરા થઈ જતા લોકોએ તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધવાના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે, આવા સમયે જ ગુજરાત રાજ્ય પર વધારે મોટું એક સંકટ રાહ જોઈ રહ્યું છે. શહેરમાં ઉચ્ચ સ્તરીય કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાની સાથે જ હવેથી હીટવેવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

image source

કોરોના વાયરસ સંક્રમણના ભયજનક વાતાવરણની સાથે જ સામાન્ય નાગરિકોને ગરમીમાં વધારો થવાના લીધે લુ લાગી જવી, હીટ સ્ટ્રોક,
ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઈઝનીંગ જેવી બીમારીઓના પણ શિકાર થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફ આવેલ વિસ્તારોમાં બે દિવસથી આંશિક રાહત મળી રહી છે. પણ માર્ચ મહિનો પૂરો થઈ ગયા બાદ તા. ૨ એપ્રિલ, ૨૦૨૧ અને તા. ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી ફરી એકવાર હીટવેવની આગાહી કરી દેવામાં આવી છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સુધી રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ફરી એકવાર હીટવેવની શરુઆત થઈ શકે છે. આવનાર બે દિવસ બાદ
રાજ્યભરમાં ગરમીમાં વધારો જોવા મળશે. એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ગુજરાત રાજ્યનું તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધી જવાની
શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

image source

ગુજરાત રાજ્યના ૧૧ શહેરોમાં વધુમાં વધુ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી કરતા વધી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા આવનાર ૪૮ કલાક દરમિયાન હીટવેવ હોવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ડિસા અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન ૪૨.૭ ડીગ્રી નોંધવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ગઈકાલે ૪૧.૭ ડીગ્રી તાપમાનથી લોકો તપી ગયા હતા.

image source

હવામાન વિભાગએ પહેલા દિવસે જ રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે
જયારે બીજા દિવસે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ સુધી હીટવેવ રહ્યા બાદ
વનાર ત્રણ દિવસ સુધીમાં બે થી ત્રણ ડીગ્રી સુધી ગરમીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી વૃદ્ધો, ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિઓને તાપમાં બહાર નહી જવા માટે, ખુલ્લા અને કોટનના કપડા પહેરવાની સાથે જ માથું ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવી છે.

image source

રાજ્યમાં હીટવેવની અસરના કારણે અમદાવાદ સહિત આખા રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આવનાર બે દિવસમાં અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું તપામાન વધવાની સાથે જ તાપમાનનો પારો ૪૨ ડીગ્રીની આસપાસ રહી શકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ અસર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *