કોરોનાના કકળાટને રોકવા માટે ગુજરાતમાં આટલા શહેરો અને ગામડામાં સ્વયંભૂ લૉકડાઉન અને નાઈટ કર્ફ્યૂ, જાણો આખું લિસ્ટ

હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લોકોને રાતે પાણીએ રોવડાવી રહી છે. હાલ 4500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 20 જેટલાં શહેરોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. આવા 20 શહેરોમાં રાત્રે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જોકે શહેરોની સાથે સાથે નગરો અને ગામોમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતાં હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા તરફ આગળ વધી રહ્યા છે. લોકો હવે સમજે છે કે ગુજરાતમાં કોરોનાના કેસ અને કોરનાથી મોતનો આંકડો ખુબ વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યા છે. તો આવો વિગતે વાત કરીએ તો કયા ગામમાં કેટલી વસ્તુ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

image source

જો સૌથી પહેલા વાત કરીએ સુરતની તો ગ્રામ્યના અનેક વિસ્તારમાં વિકેન્ડ લોકડાઉન રહેશે. તરસાડી અને કોસંબા બજાર શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે. બારડોલીના કદોડ,મઢી,બાબેન સહિતના ગામોમાં વિકેન્ડ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ જ રીતે જો તાપીની વાત કરીએ તો વાલોડ તાલુકાના નવા ફળિયા ગામમાં સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું અને ગામમાં આવનજાવન પર પ્રતિબંધ લાદી દીધો. ગામમાં બહારના લોકોના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

image source

ભિલોડામાં વેપારી એસોશિએશન અને પંચાયત દ્વારા આજ રાતથી સોમવાર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટની જો વાત કરીએ તો ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સે નિર્ણય લીધો છે કે ધોરાજીમાં શનિવાર-રવિવાર સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવશે. જેતપુર ગોંડલના જામવાડી અને અનિડા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દીધું. એ જ રીતે જામવાડી ગામમાં 7 દિવસનું આંશિક લોકડાઉન રાખવામાં આવ્યું. સવારે 6 થી 9 અને સાંજે 5 થી 8 દુકાનો ખુલ્લી રહેશે. તેમજ અનિડા ગામમાં 10 દિવસનું આંશિક લોકડાઉન રાખવામાં આવ્યું અને અનિડા ગામમાં માત્ર સાંજે 6 થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રહેશે.

image source

દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ વણસી રહી છે અને જેના કારણે દ્વારકા જિલ્લાના લાંબા, ભોગાત જેવા અન્ય ગામોએ લોકડાઉન લગાવ્યુ છે. દેવળીયા, કલ્યાણપુર, રાવલ, કાનપર, શેરડી ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો ગીર સોમનાથની વાત કરવામાં આવે તો વેરાવળના આજોઠા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનન, સ્વયંભુ સજ્જડ બંધ પળાશેય એ જ રીતે પાટણમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો હોવાના કારણે પાટણના સિદ્ધપુરમાં આજે સાંજથી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે તેમજ વેપારીઓ અને નગર પાલિકાની સંયુક્ત બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આણંદમાં પણ કપંડવંજ, નડિયાદ, ખંભાતમાં સ્વયંભુ લોકડાઉન અને વિદ્યાનગર, બાયડ, બારેજામાં સ્વયંભુ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

આ શનિ-રવિની જો વાત કરીએ તો મોટા ભાગનાં ગામડાંમાં તો બજારો બંધ જ રહેવાનાં છે, પરંતુ એની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં પણ લોકો કામ સિવાય બહાર આવશે નહીં. જો કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બની શકીએ. જેથી સૌ કોઈએ કોરોનાને ખોખરો કરવા જાતે જ સોશિયલ ગેધરિંગ ટાળવાનું છે. ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!