કોરોના દર્દીઓ સાવધાન: મ્યૂકોરમાઇકોસિસ ફંગસ ઇન્ફેક્શનનું જોખમ વધ્યું, નાકથી શરૂ થતું ફંગસ મગજ સુધી ફેલાય છે ઝડપથી, જાણો કેવી રીતે કરવો બચાવ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જે રીતે કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે તેમાં અનેક જીવન હોમાય ચૂક્યા છે. એક તરફ કોરોના છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં નાક અને સાઇનસમાં થતા ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.

image source

આ અંગેની જાણકારી આપતા રાજકોટ ના ઇએનટી નિષ્ણાત ડો. હિમાંશુ ઠકરારે જણાવ્યું હતું કે આ એક ગંભીર રોગ છે. આ રોગ ખાસ કરીને એવા કોરોના ના દર્દીઓને થાય છે જેને સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દી ને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.

image source

તેના લક્ષણો વિશે વાત કરીએ તો દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી, કફ થવો વગેરે છે. ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે ત્યારે આંચકી આવવી, પેરાલિસિસનોનો એટેક આવવો વગેરેનું જોખમ રહે છે અને જયારે ફેફસામાં આ ફંગલ ઇન્ફેક્શન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે લક્ષણો જોવા મળે છે.

image source

રાજકોટના ડૉ. હિમાંશુ ઠકરારના જણાવ્યા અનુસાર આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે. આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે. 50થી 90 % કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે.

આ રોગનું નિદાન કરવા માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરવામાં આવે છે અને મગજ, નાક તથા સાઇનસ અને ફેફસાનું સિટીસ્કેન કરવામાં આવે છે. તેની સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી ફંગસને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. આવા કેસ માં દર્દીને એન્ટી ફંગલ દવાઓ લાંબો સમય આપવી પડે છે.

image source

આ ફંગલ ના કેસ પહેલા પણ આવતા પરંતુ ખૂબ ઓછા. પરંતુ કોરોનની બીજી લહેર માં આ ફંગલના કેસમાં પણ વધારો થયો છે. જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા ખુજ જ વધારે હોય છે. જેથી ખુબ જ ધ્યાન રાખવું અને ઉપરોક્ત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.

કારણ કે આ ફંગલ ઇન્ફેકશન ખૂબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવા માં ના આવે તો દર્દી નું મૃત્યુ થઈ શકે છે જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે.

image source

મ્યૂકોરમાઇકોસિસ થવાની શક્યતાઓ સૌથી વધારે કેન્સરના દર્દી, અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિ, લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય તેને હોય છે. પાંદડાંના સડા અને છાણમાં આ ફૂગ ફેલાય છે તેના થી બચવા માસ્ક પહેરવું જોઈએ, આખા કપડાં પહેરવા જોઈએ અને વારંવાર હાથ સાફ કરવા જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!