કોરોનાની વેક્સિન લીધા પછી શું આડઅસર થઈ શકે? ડોક્ટરોએ આપી સાચી માહિતી

ડ્રગ ક્ન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા વીજી સોમાનીએ રવિવારે લોકોને ખાતરી આપી હતી કે કોવિડ 19ની બે વેક્સિન કે જે ભારત બાયોટેક અને ઓક્સફોર્ડ – એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી છે તે સંપુર્ણ સુરક્ષિત છે જેનું તેમણે ફાયનલ એપ્રુવલ આપી દીધું છે.

Drugs Controller General of India (DCGI) Dr V G Somani during a press conference to announce the approval of Oxford COVID-19 vaccine Covishield, manufactured by the Serum Institute, and indigenously developed Covaxin of Bharat Biotech for restricted emergency use in the country, in New Delhi.
image source

સિરિમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામા આવેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા (Oxford-AstraZeneca) રસી તેમજ ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોવેક્સિનને પ્રતિબંધિત કટોકટિમાં ભારતમાંના તેના ઉપયોગની મંજુરી આપવાની સોમાનીએ ફોર્મલ જાહેરાત કરી હતી.

image source

‘જરૂરી પરિક્ષણો બાદ, CDSCO એ એક્સપર્ટ કમીનીટીની ભલામણો બાદ M/s Serum અને M/s ભારત બાયોટેકની રસીઓનો કટોકટીની સ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ કરવાની મંજુરી આપવામા આવી છે.’ આ નિવેદન સોમાનીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું, ‘જો તેમાં જરા સરખી પણ સુરક્ષાની ચિંતા રહી હોત તો અમે તેવી કોઈ જ બાબતને ક્યારેય મંજુરી નથી આપતા. આ વેક્સીન્સ 100 ટકા સુરક્ષિત છે. કેટલીક સાઇડ ઇફેક્ટ્સ જેમ કે હળવો તાવ, દુખાવો અને એલર્જી એ દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે. એ વાત સાવ જ નક્કામી છે કે તેને લેવાથી લોકો નપુંસક બની જાય છે,’ એએનઆઈ ન્યૂઝ એજેન્સી પ્રમાણે તેમણે આ નિવેદન આપ્યું હતું.

image source

કેટલાક રસીકરણ વિરોધી સમૂહોએ માત્ર ભારતમાં જ નહીં પણ કેટલાએ અન્ય દેશમાં પણ કોવિડ 19ના વધતા જતા કેસો તેમજ મૃત્યુ છતાં શોટ્સની આવશ્યકતા અને સુરક્ષાને લઈને કેટલાક પડકારો ફેંક્યા હતા, તેને જ લગતી કેટલીક અફવાઓનું ખંડન કરતાં સોમાનીએ આ નિવેદન આપ્યું હતું.

image source

શનિવારે, સમાજવાદી પાર્ટીના નેતા આશુતોષ સિન્હાએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ વિરોધી વેક્સિન લોકોને નુપંસક પણ બનાવી શકે છે. સિન્હની આ કમેન્ટ ત્યારે આવી હતી જ્યારે આ જ પાર્ટીના ચીફ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ આ વેક્સિન નહીં લે. તેમણે ઉત્તર પ્રદેશના લોકોને વેક્સિન બાબતે હતોત્સાહ પણ કર્યા હતા.

image source

‘જો માનનીય અખિલેશ યાદવે જો આવું કહ્યું હોય, તો ખરેખર કંઈક ગંભીર હશે. અમે સરકારની મશીનરી પર વિશ્વાસ નથી ધરાવતા. તેમણે આ બધું હકીકતના આધારે કહ્યું છે. જો તેઓ પોતે વેક્સિન ન લેવાના હોય તો મારું માનવું છે કે કોવિડ-19 વેક્સિનમાં ચોક્કસ કંઈક હશે જે નુકસાન પોહંચાડી શકે. આવતી કાલે લોકો એમ કહેશે કે વેક્સિનને વધતી વસતી ઘટાડવા માટે લોકોને મારવા માટે આપી હતી. તમે તેનાથી નપુંસક પણ બની શકો છો, કંઈ પણ થઈ શકે છે,’ સિન્હાએ આવું નિવેદન આપ્યું હતું.

સમાજવાદી પાર્ટીના ચિફ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ કોવિડ વેક્સિન નહીં લે, ‘હાલની ક્ષણે, તે પણ ત્યારે જ્યારે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામા આવી રહી છે. હું કેવી રીતે બીજેપીની વેક્સિન પર વિશ્વાસ કરી શકું, કોઈ જ ચાન્સ નથી. જ્યારે અમારી સરકાર બનશે, ત્યારે દરેક વ્યક્તિને મફત વેક્સિન મળશે. અમે બીજેપીની વેક્સિન ન લઈ શકીએ. ભાજપના નેનૃત્વ હેઠળના રસીકરણ પ્રોગ્રામ પર વિશ્વાસ નથી કરી શકાતો.’ તેવું અખીલેશ યાદવે પોતાના નિવદેનમાં કહ્યું હતું.

image source

DCGI દ્વારા જે મંજુરી આપવામાં આવી તેને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા વધાવી લેવામાં આવી હતી, તેમણે ડ્રગ રેગ્યુલેટર તેમજ રસીના સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા, તેમણે કહ્યું હતું કે તેમણે કોવિડ 19 વેક્સિન્સ માટે ખૂબ જ મહેનત કરી છે. પી.એમ મોદીએ એવું પણ કહ્યું હતું કે બન્ને વેક્સિન ભારતમાં બની છે જે દર્શાવે છે કે દેશની મેડિકલ અને સાયન્ટીફીક કમ્યુનીટી દેશને આત્મનિર્ભર બનાવવા માટે અપાર મહેનત કરી રહી છે.

image source

‘તે દરેકે દરેક ભારતીયને ગર્વ અપાવી રહ્યું છે કે બે વેક્સિન કે જેને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે તે ભારતમાં બનાવવામા આવી છે ! તે આપણા વૈજ્ઞાનિક સમુદાયના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પુરુ કરવાની આતુરતા દર્શાવે છે.’ પી.એમ મોદીએ ડીસીજીઆઈ દ્વારા બે વેક્સિનને મંજુરી આપ્યા બાદ પોતાના ટ્વિટ દ્વારા આ નિવેદન આપ્યું હતું.

image source

યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષ વર્ધને શનિવારે જણાવ્યું હતું કે એક કરોડ હેલ્થકેર વર્કર્સ અને બે કરોડ ફ્રોન્ટલાઇન વર્કર્સને પ્રથમ ચરણમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું, ‘કોવિડ-19 વેક્સિનેશનના પ્રથમ ફેઝમાં સમગ્ર દેશમાં પ્રાથમિક ધોરણે મફતમાં વેક્સિન આપવામાં આવશે જેમાં 1 કરોડ હેલ્થકેર અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. બીજા 27 કરોડ પ્રાથમિક લાભાર્થીઓની વિગતો જુલાઈ સુધીમાં નક્કી થઈ જશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત