કોરોના દર્દીની દિલથી સેવા કરનારી આ અભિનેત્રીના ખરાબ નસીબ, પહેલાં થયો કોરોના અને હવે આવ્યો પેરાલિસિસ અટેક

ઘણી ઘટનાઓ એવી બને કે આપણે એમ થાય કે ભગવાન આ ક્યાં કર્મોનો બદલો લઈ રહ્યો છે. ત્યારે હાલમાં બોલિવૂડની એક અભિનેત્રી સાથે પણ કંઈક એવું જ બન્યું છે. અભિનેત્રી શિખા મલ્હોત્રાને સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના શરીરનો જમણો ભાગ આ સ્ટ્રોખથી ખુબજ પ્રભાવિત થયો છે. જેના કારણે તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ કોવિડ-19થી અભિનેત્રીના બહાર આવ્યાના માત્ર એક મહિના બાદ થયું છે. કોરોનાકાળમાં પોતાનાં સેવાકીય કાર્યો માટે ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે.

image source

મળતી માહિતી પ્રમાણે શિખાના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી. તેની સારવાર માટે આ અભિનેત્રીને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ધીમે ધીમે રિકવર થઈ રહી છે. જો આ પહેલાંની વાત કરીએ તો આ જ વર્ષે હજુ ઑક્ટોબર મહિનામાં જ આ અભિનેત્રી કોરોનાવાઇરસના ચેપનો ભોગ બની હતી.

image source

ગુરુવારે રાત્રે તેનું શુગર લેવલ અચાનક ભયજનક રીતે ઘટી ગયું અને તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ હવે તે પેરાલિસિસનો ભોગ બની છે. આ અભિનેત્રીના પબ્લિસિસ્ટ અશ્વની શુક્લાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ડૉક્ટરોના મતે શિખાને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. અશ્વની શુક્લાના કહેવા પ્રમાણે સ્ટ્રોક આવ્યા પછી તરત જ શિખાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

વિધીની વક્રતા જુઓ કે એ દવાખાનામાં ઈલાજનો ખર્ચો ઘણો વધારે હોવાથી તેને ત્યાંથી કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ઉલ્લખેનીય છે કે આ અભિનેત્રીએ શાહરુખ ખાન સાથે ‘ફૅન’, તાપસી પન્નુ સાથે ‘રનિંગ શાદી ડોટ કોમ’ અને સંજય મિશ્રા સાથે ‘કાંચલી’ જેવી ફિલ્મો કરીમાં કામ ચૂકી છે.

image source

રસપ્રદ વાત એ છે કે શિખા મલ્હોત્રા પોતે પણ એક સર્ટિફાઇડ નર્સ છે. લૉકડાઉન વખતે શિખાએ પોતાની જવાબદારી સમજીને નર્સની કૅપ પહેરી લીધી હતી. એણે મુંબઈના જોગેશ્વરીમાં આવેલી ‘હિંદુ હૃદયસમ્રાટ ટ્રોમા સેન્ટર’માં લાગલગાટ છ મહિના સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી હતી.

આ સિવાય જો વાત કરવામાં આવે તો શિખા મલ્હોત્રા 13 વર્ષની ઉંમરમાં પેરાલીસીસના કારણે અઢીથી ત્રણ વર્ષ સુધી પથારીવશ રહી હતી. એક વાતચિત દરમિયાન શિખાએ કહ્યું હતું, મેં nursingની બેચલર ડિગ્રી મેળવી છે. 4:30 – 5 વર્ષ સફેદરગંજ હોસ્પિટલમાં કામ કર્યું છે કેમ કે, અભ્યાસ અને હોસ્પિટલમાં કામ સાથે સાથે કરવું પડતું હતું. મેં બીએસસી ઇન નર્સિંગ કર્યું છે પરંતુ તેની સાથે સાથે બાળપણથી જ આર્ટ અને કલ્ચરમાં ઘણો વધારે ઇન્ટરેસ્ટ હતો. કવિતાઓ લખવી, સ્ટેજ શો કરવો, ડાન્સ કરવો, ગીત ગાવુ, આ તમામ વસ્તુઓમાં મને ઇન્ટરેસ્ટ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત