કોરોના અંગે આ યુવકને કંઈ ખબર જ નથી, 11 મહિના બાદ કોમામાંથી બહાર આવ્યો, જાણો હવે કેવું લાગે છે

કોરોના કદાચ બધા માટે હશે અને બીક પણ લાગતી હશે. ત્યારે એક શખ્સ એવો છે કે જેની વાત કંઈક અલગ જ છે. કારણ કે આ શખ્સને કોરોના શું એ હાલમાં જ ખબર પડી. બ્રિટનમાં એક એવી વ્યક્તિ છે જેના માટે 2020માં શું બન્યું તે યાદ રાખવા માટે કંઈ છે જ નહીં. કારણ કે આ યુવક છેલ્લાં 11 મહિનાથી કોમામાં હતો. પણ હવે તે ભાનમાં આવ્યો છે અને બધું જોયું જાણ્યું છે. પણ હા એ વાત ખરી કે હવે આખું વિશ્વ પહેલાં કરતાં બદલાય ગયું છે.

image source

ટૂંકમા વાત કરીએ તો બીજી બધી વસ્તુવી સાથે સાથે આ યુવકને અનુભવ જ નથી કે કોરોના મહામારી શું હતી અને કેવી રીતે સમગ્ર વિશ્વ તેના ભરડામાં આવી ગયું હતું. જો એ ગુજરાતમાં હોય તો એને મોર કેમ બોલે એની પણ ખબર ના પડત. આ બાળક માત્ર 19 વર્ષનો છે અને તે વિદ્યાર્થી છે જેનું નામ છે જોસેફ ફ્લાવિલ.

image source

મળતી માહિતી પ્રમાણે ઈંગ્લેન્ડમાં રહેતા 19 વર્ષના જોસેફ ફ્લેવિલનું 2020ની 1લી માર્ચે એક્સીડન્ટ થયું હતું. જોસેફ બર્ટનના રસ્તા પર પરી રહ્યો હતો ત્યારે પાછળ ફુલ સ્પીડમાં આવતી કારે તેને ટક્કર મારી દિધી હતી. કારની જોરદાર ટક્કરને કારણે જોસેફને માથામાં ભારે ઈજા થઈ હતી. મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો છેલ્લાં 11 મહિનાથી આ વ્યક્તિ કોમામાં હતો. સ્ટેફોર્ડશાયર શહેરમાં જોસેફને એક કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ તેને લીસેટર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દુર્ઘટનામાં જોસેફની હાલત ઘણી જ ખરાબ હતી અને તે કોમામાં જતો રહ્યો હતો આ બધી વાતો રિપોર્ટમાં જોવા મળ્યું હતું.

image source

ત્યારે હાલત એવી હતી કે, વિશ્વમાં કોરોનાનો કહેર હજુ પ્રસર્યો ન હતો અને ત્યારથી જ તે કોમામાં હતો. જો કે હવે 11 મહિના બાદ જોસેફે જ્યારે પોતાની આંખ ખોલી તો આખું વિશ્વ જ જાણે બદલાઈ ગયું હોય એવું લાગ્યું હતું. કેમ કે UKમાં હજુ પણ કોવિડ-19ને લઈને સ્થિતિ ભારત જેટલી સુધરી નથી પણ ખરાબ છે. પણ આ એક વાત ખરી કે જોસેફને બિલકુલ ખબર જ નથી કે આ 11 મહિનામાં દુનિયા કઈ રીતે બદલાઈ ગઈ છે. જો કે હવે તો જોસેફ સંપૂર્ણપણે ભાનમાં આવતા તેનો પરિવાર ખુશ છે.

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તેઓને તે વાતની ચિંતા છે કે અંતે જોસેફને કોરોના મહામારી અને લોકડાઉન વિશે વાત કરવી તો કઈ રીતે કરવી. જ્યારે જોસેફનું અકસ્માત થયું ત્યારની જો વાત કરીએ તો ત્યારે બ્રિટનમાં કોવિડ-19ના 40થી પણ ઓછા લોકો કોરોના પોજીટીવ જોવા મળ્યા હતા. પણ જ્યારે તે કોમામાં રહ્યો તે દરમિયાન જોસેફ બે વખત કોરોના પોઝિટિવ પણ થયો હતો. જો કે તે બંને વખત સ્વસ્થ પણ થઈ ગયો હતો. આ ઉપરાંત તે હાલમાં જ સ્ટેજ ટૂ કોમામાંથી બહાર આવ્યો છે. જો કે તેને કોરોના વાયરસને કારણે બદલાઈ ગયેલી દુનિયાનો કોઈ જ અંદાજ નથી.

image source

આ યુવક કોમામાં હતો તે દરમિયાન તેના માટે મોટા પ્રમાણમાં ફંડ્સ પણ એકઠું કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે માર્ચમાં ભારતની સાથે જ બ્રિટનમાં પણ કોરોના વાયરસને કારણે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. તો એપ્રિલમાં બ્રિટનના PM કોરોનાથી સંક્રમિત થયા હતા. જાન્યુઆરી 2021 આવતા આવતા બ્રિટનમાં 1 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. જો આ 19 વર્ષના યુવક વિશે વાત કરીએ તો યુવકને હોકી ઘણી જ પસંદ છે. કોરોના સમયની બધી જ વાતથી જોસેફ ફ્લાવિલ બેખબર છે. ઉલ્લેખની છે કે, વર્ષ 2020માં કોરોનાનો પ્રારંભ થયો અને આજે પણ દુનિયાના દેશો આ મહામારીની ઝપેટમાં છે. આજે સ્થિતિ એવી છે કે આ મહામારીને પગલે અત્યાર સુધી અનેક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. વિશ્વના અનેક દેશોમાં હજુ પણ લોકડાઉન યથાવત છે. મહામારીને પગલે 2020નું વર્ષ લોકો યાદ રાખવા નથી માગતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત