કોરોનાનો નવો સ્ટ્રેન માત્ર UKમાં જ નહીં, ફેલાઇ ચુક્યો છે આ દેશોમાં પણ, જાણો અને રહો સાવચેત નહિં તો…

ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળવાના લીધે ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. ત્યારે બ્રિટનની સરકાર દ્વારા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની નિયંત્રણની બહાર નીકળી ગયા હોવાની ચેતવણી આપી દેવામાં આવે છે. એટલું જ નહી, ઈંગ્લેન્ડમાં ક્રિસમસને સંબંધિત તમામ આયોજનોને પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જયારે યુરોપિયન યુનિયનના ઘણા દેશો દ્વારા ઈંગ્લેન્ડ માંથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

કેટલા દેશોમાં ફેલાઈ ગયો છે.?

image source

કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન દુનિયાના ઓછામાં ઓછા ૫ દેશોમાં ફેલાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડેલી મેલના રીપોર્ટમાં જણાવ્યા મુજબ બ્રિટન સહિત ડેન્માર્ક, નેધરલેંડ, ઓસ્ટ્રેલીયા અને ઇટાલી જેવા દેશોમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવવાની પુષ્ટિ કરી લેવામાં આવી છે.

image source

બ્રિટન દેશનો એક મુસાફર જયારે રોમ પહોચ્યો હતો ત્યારે તેના લીધે ઈટાલીમાં પણ કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન જોવા મળી આવ્યો હતો. આ સાથે જ ફ્રાંસમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને સાવચેતી જાહેર કરી દેવામાં આવી છે.

બ્રિટનમાં કોરોના વાયરસનું સંક્રમણ કેમ વધી રહ્યું છે?

image source

બ્રિટનમાં મ્યુટેશનના લીધે તૈયાર થયેલ આ કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન પહેલા કરતા વધારે સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે જેને બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધવા પાછળ તેને જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. એક્સપર્ટસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન કોરોના વાયરસ કરતા ૭૦% જેટલો વધારે સંક્રમિત છે.

image source

નવેમ્બર મહિનામાં ડેન્માર્ક દેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા સ્ટ્રેનના ૯ કેસ સામે આવ્યા છે, જયારે ઓસ્ટ્રેલીયામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ૧ કેસ સામે આવ્યો હતો. આ સાથે જ નેધરલેંડ દેશમાં ચાલુ મહિનો એટલે કે, ડીસેમ્બર મહિનામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો એક કેસ સામે આવ્યો છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, બ્રિટન દેશના લંડન શહેરમાં કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન અત્યંત ઝડપથી પ્રસરી રહ્યો છે.

image source

લંડન અને સાઉથ ઇસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં ૬૦% કેસ કોરોના વાયરસ સંક્રમણના નવા સ્ટ્રેનના કેસો સામે આવી રહ્યા છે. જેના લીધે બ્રિટન દેશમાં સરકાર તરફથી સખ્ત નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન ઘણા બધા દેશોમાં ફેલાવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી દેવામાં આવી છે. જેના લીધે બ્રિટન દેશ માંથી આવતી ફ્લાઈટ્સને કેટલાક દેશોમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત