કોરોના ફક્ત ફેફસાને નહિં પરંતુ આ અંગને પણ કરે છે ભયંકર નુકશાન, નવા સંશોધનમાં થયો ખુલાસો

વિશ્વના દરેક દેશમાં કોરોનાને લઈને સંશોધન થઈ રહ્યા છે અને તેમા નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ઘણા તારણો આપણને આશ્ચર્ય પમાડે તેવા પણ સામે આવ્યા છે. તેવામાં બ્રિટનથી સામે આવેલાં એક રિસર્ચે સૌને ચોંકાવી દીધા છે. આ રિસર્ચ અનુસાર કોરોનાથી જીવનભર બહેરાશ આવી શકે છે. તેનાં સંક્રમણથી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે અથવા નાશ પામે છે. આ દાવો બ્રિટનની યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ કર્યો છે.

સ્ટિરોઈડ દવાઓની આડઅસર

image source

આ અંગે સંશોધકોનું કહેવું છે કે સંક્રમણ બાદ સ્ટિરોઈડ દવાઓ આપવાથી તેની આડઅસર થઈ શકે છે. તે બહેરાપણાં સ્વરૂપે સામે આવી શકે છે. જોકે, દર્દીની સાંભળવાની શક્તિ કેવી રીતે ઓછી થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘણી વખત ફ્લુ અને હર્પીઝ જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં આવું થઈ શકે છે. તો આવો જાણીએ સંશોધનમાં આગળ શું શું કહેવામાં આવ્યું.

બહેરાપણાંનું કારણ કોરોના

image source

બ્રિટ સંશોધકોનું કહેવું છે કે, દર્દીના કાનની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તેને ન તો કોઈ બ્લોકેજ હતું ન તો કોઈ સોજો. આ ઘટના બાદ દર્દીના અનેક ટેસ્ટ કરાવ્યા. તેમાં ફ્લુ, રુમેટોઈડ આર્થ્રાઇટિસ, HIVનાં ટેસ્ટ પણ સામેલ હતા. રિસર્ચમાં સામે આવ્યું કે તેના બહેરાપણાંનું કારણ કોરોનાનું સંક્રમણ હતું.

રિપોર્ટના મહત્વના તારણો

BMJ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં કેસ રિપોર્ટ પ્રમાણે, જે વ્યક્તિમાં આ કેસ સામે આવ્યો તે અસ્થમાનો દર્દી હતો અને કોરોનાના લક્ષણો જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

દાખલ થયાના 10 દિવસ બાદ તેને ICUમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને 30 દિવસ સુધી રખાયો હતો.

image source

ધીરે ધીરે દર્દીમાં કોમ્પિકેશન્સ વધવા લાગ્યા. ત્યારબાદ તેને એન્ટિ વાઈરલ રમેડેસિવિર, સ્ટિરોઈડ્સ આપવામાં આવી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ કરવામાં આવ્યું. આ ટ્રીટમેન્ટ પછી દર્દીને રાહત થઈ.

કેટલાક દિવસો બાદ દર્દીના જમણા કાનમાં ઘંટડી વાગે તેવો અવાજ સંભળાવવા લાગ્યો અને તેને અચાનક સંભળાવાનું બંધ થઈ ગયું. એક અઠવાડિયાંમાં તેને ફરી ICUમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.

દર્દીની તપાસ કરનાના ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ અગાઉ ક્યારેય પણ દર્દીની સાંભળવાની ક્ષમતા પર અસર નથી થઈ. તે ફિઝિકલી ફિટ હતો.

કેટલાક દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળ્યા

image source

આ અંગે સંશોધકોના જણાવ્યા મુજબ, સાંભળવાની ક્ષમતા ઓછી થવી અને ટિનિટસ (કાનમાં અવાજ સાંભળાવવો) જેવાં લક્ષણો પણ કોરોના અને ફ્લુના દર્દીઓમાં જોવા મળ્યા છે, પરંતુ અચાનાક સંભળાવાનું બંધ થઈ જવાનો કેસ અત્યાર સુધી જોવા મળ્યો નથી. વૈજ્ઞાનિકોને એપ્રિલમાં કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળ્યા હતા.

કોરોના કાનના મધ્યભાગને પ્રભાવિત કરી શકે છે.

image source

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના કાનના મધ્યભાગને પ્રભાવિત કરી શકે છે. આ વાઈરસ શરીરમાં એવા રસાયણોને વધારે છે જે સાંભળવાની શક્તિથી સંકળાયેલા છે. સંશોધકો સલાહ આપી રહ્યા છે કે જ્યારે ડૉક્ટર્સ ICUમાં કોરોના પીડિતથી વાત કરે તો સાંભળવાની ક્ષમતા વિશે જરૂર પૂછે. દર્દીઓમાં આ પ્રકારના કોઈ લક્ષણ જણાય તો તરત ઈમર્જન્સી સારવાર આપે. વૈજ્ઞાનિકોના મતે લોકોએ કોરોના અંગે જાગૃત રહેવાની જરૂર છે. જેના માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક અને સેનિટાઈઝર નો ઉપયોગ કરવો હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત