લોકડાઉનમાં સતત ખડેપગે રહેનાર ACPનું મોત, પરીવારના સભ્ય પણ કોરોનાગ્રસ્ત

પંજાબ લુધિયાણામાં કોરોના પોઝિટિવ એસીપીનું અવસાન થયું છે. એસીપી અનિલ કોહલીનો રીપોર્ટ 13 એપ્રિલએ પોઝીટીવ આવ્યો હતો. તેમની તબિયત લથડતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

image source

એસીપી વડે આ ચેપ તેમની પત્ની અને ડ્રાઈવર સુધી પણ પહોંચ્યો છે. લુધિયાણાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે લુધિયાણાના આસિસ્ટેટ કમિશ્નર ઓફ પોલીસનું કોરોનાથી મોત થયું છે. તેઓ સારવારમાં હતા. હવે તેમની ચેપની હિસ્ટ્રી સ્ટ્રેસ કરવામાં આવી રહી છે.

તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય 24 પોલીસકર્મીઓના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. અનિલ કોહલીની સારવાર પ્લાઝમા થેરાપીથી કરવાની હતી. તેમનો પહેલો એવો કેસ હોત જેની સારવાર આ ટ્રીટમેન્ટ થવાની હતી પરંતુ તે પહેલા જ તેમનું અવસાન થયું છે. દર્દીની સારવાર પ્લાઝમા થેરાપીથી કરવા માટે પરવાનગી લેવાની હતી. તેમના માટેનો ડોનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.