‘તારક મહેતા’ના આ એક્ટરની બિલ્ડિંગ સીલ કરાઇ, કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ સામે આવતા ફફડાટ

આખી દુનિયામાં અને ભારતમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણથી ખુબ આતંક મચાવી રહ્યો છે. આખી દુનિયામાં ફેલાઈ ગયેલ કોરોના વાયરસની મહામારીના કારણે દરેક વ્યક્તિઓની મુશ્કેલીઓ ખુબ વધી ગઈ છે.

image source

તેમજ બોલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીઝ સુધીના વ્યક્તિઓ પણ કોરોના વાયરસ સંક્રમણના શિકાર બની રહ્યા છે. ત્યારે આવા સમયમાં ટીવીની ગલીઓ માંથી એક ચોંકાવી દેતા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શોમાં બાઘાનો કિરદાર કરનાર તન્મય વેરયા જે એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં કોરોના વાયરસના ત્રણ કેસ પોઝેટીવ મળી આવ્યા છે.

એક અહેવાલ મુજબ, તન્મય વેકરીયા મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રાજ આર્કેડ એપાર્ટમેન્ટમાં રહે છે. તન્મય વેકરીયાના એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વ્યક્તિઓનો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જેના કારણે તન્મય વેકરિયાની આખી બિલ્ડીંગને મુંબઈ BMC દ્વારા સીલ કરીને બિલ્ડીંગની વ્યક્તિઓને ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

એક ઇન્ટરવ્યુમાં જયારે તન્મયને પૂછવામાં આવ્યું કે, તેઓને જયારે હવે ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે તો હવે કોઈ વ્યક્તિ બિલ્ડીંગની અંદરથી બહાર નહી જઈ શકે અને કોઈ બહારથી અંદર નહી આવી શકે ત્યારે આપ કેવી રીતે મેનેજ કરશો.

આ સવાલના જવાબમાં તન્મય વેકરીયાએ જવાબ આપે છે કે, અમારે જીવન જરૂરિયાત કોઇપણ વસ્તુની જરૂરિયાત પડે છે તો અમારી બિલ્ડીંગના વોચમેન ખુબ મદદ કરે છે. તેમજ નવાઈ વાત તો એ છે કે, અમારી બિલ્ડીંગમાં જેમને કોરોના વાયરસ સંક્રમણનો પોઝેટીવ રીપોર્ટ આવ્યા છે તેવી ત્રણ વ્યક્તિઓ માંથી એક પણ વ્યક્તિની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

હાલમાં આ ત્રણેવ વ્યક્તિઓને મુંબઈની સેવન હિલ્સ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા છે. આશા કરીએ છીએ, તેઓ ત્રણેવ જલ્દી જ સ્વસ્થ થઈ જાય.

image source

અંકિતા લોખંડેની બિલ્ડીંગમાં પણ કોરોના પોઝેટીવ કેસ.:

કેટલાક દિવસો અગાઉ એક્ટ્રેસ અને મોડલ અંકિતા લોખંડેની બિલ્ડીંગમાં પણ રહેનાર એક વ્યક્તિને કોરોના વાયરસનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. જેના કારણે અંકિતાની બિલ્ડીંગને પણ સીલ કરી દેવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૬૭૬૧ જેટલી થઈ ગઈ છે. જયારે ૨૦૬ વ્યક્તિઓના મોત નીપજ્ય છે ઉપરાંત ૫૦૦થી વધારે વ્યક્તિઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે.