આરાના ભોજપુરમાં કોરોના દર્દીએ કર્યું ‘ કોરોના કાંડ’, હવે પોલીસ પર તોળાઈ રહ્યું છે કોરોનાનું સંકટ

ભોજપુર જિલ્લામાં જે એકમાત્ર કોરોનાનો દર્દી સામે આવ્યો હતો તેના કારણે એટલું મોટું કાંડ થયું છે કે અહીં આ યુવકના કારણે ભોજપુર પોલીસ સુધી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી ગયું છે.

આ યુવકનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભોજપુર જિલ્લા પ્રશાસનએ એલર્ટ જાહેર કર્યું હતુ. યુવકના સંપર્કમાં આવેલા લોકોની શોધ શરુ કરી દેવામાં આવી છે. યુવાનને પણ પુછવામાં આવી રહ્યું છે અને તેણે જે જગ્યાઓ દર્શાવી છે ત્યાં સ્ક્રીનિંગ શરુ કરવામાં આવ્યું છે.

image source

આ યુવક બડહરાના રામપુર વિસ્તારનો રહેવાસી છે. 24 વર્ષ યુવક ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેતો હતો. કાનપુરમાં તે મસાલાની દુકાનમાં કામ કરતો હતો જ્યાં તેની તબીયત લથડતા તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. પરંતુ ત્યાં તેના ટેસ્ટ થાય તે પહેલા જ યુવક બલિયા આવી ગયો. તેણે 7 હજાર એમ્યુલન્સ વાળાને આપી અને બલિયા જવા જણાવ્યું.

યુવકના કાકા હોમગાર્ડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેણે તેના કાકાને ફોન કરી બલિયા બોલાવ્યા. અહીંથી તેને ખવાસપુરના રસ્તામાં આવતા આરા લઈ જવાયો અને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. તેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ભોજપુર જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચી ગયો. જાણવા મળે છે કે આ યુવકના સંપર્કમાં પોલીસ લાઈનના બે ડ્રાઈવર અને કર્મચારી સહિત 5 લોકો સંપર્કમાં આવ્યા હતા. આ ઉપરાંત તે અનેક જગ્યાએ ગયો પણ હતો. હાલ તમામના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.