કોરોના પોઝિટીવ આવ્યા બાદ નરેશ કનોડિયાની હાલત ખુબ ગંભીર, હોસ્પિટલની તસવીર જોઈને ફેન્સમાં હાહાકાર મચ્યો

જો આજના છેલ્લા 24 કલાકના કોરોનાના આંકડા જોઈએ તો ગુજરાતમાં વધુ 1,136 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 7 દર્દીઓના મોત થયા છે. સાજા થનાર દર્દીઓની વાત કરીએ તો આજે 1,201 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કુલ 1,64,121 કેસ નોંધાયા છે.

image source

એ વચ્ચે હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ દૈનિક 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 20 ઓક્ટોબરના રોજ એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

image source

પરંતુ આજે હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની જે તસવીર સામે આવી છે તેણે બધાને હચમચાવી નાંખ્યા છે અને ચિંતિત કરી દીધા છે. જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળે છે તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, તને તારો બાપ ભગાડો ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. પરંતુ હાલમાં તેઓને જ કોરોના સાથે પનારો પડી ગયો છે.

ત્યારે નરેશ કનોડિયાના એક્ટર પુત્ર એવા હિતુ કનોડિયાએ ચાહકોને પ્રાર્થના કરવા માટે અપીલ કરતું ટ્વીટ પણ કર્યું છે. જેમણે ગુજરાતીની 125 કરતાં પણ વધારે ફિલ્મો કરી એ નરેશ કનોડિયા આજે હોસ્પિટલમાં છે ત્યારે તેના ફેન્સમાં ચિંતા વ્યાપી રહી છે.

image source

નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અને ત્યારપછી તો તેમણે પાછુ વળીને નથી જોયું. ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે.

image source

આજે નરેશનો દિકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.

image source

જો નરેશ કનોડિયાએ કરેલી ફેમસ ફિલ્મોની વાત કરીએ તો તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો જેની ફિલ્મો આપીને ગુજરાતમાં ઘરે ઘરે પોતાનું આગવું નામ અને ઓળખ ઉભી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત