કોરોના સંક્રમિત સિંગાપોરની આ મહિલાએ આપેલા બાળકના જન્મથી વિશ્વભરના ડોક્ટરોમાં શરૂ થઈ નવી ચર્ચા, જાણો વધુમાં

સિંગાપોરની એક મહિલાથી ચેપના સંક્રમણ ફેલાવાના માધ્યમથી એક નવો સંકેત મળ્યો છે. કોવિડ-19 એક નવો વાઇરસ હોવાથી તેના સંદર્ભે નવા સવાલોના જવાબો શોધવામાં આવી રહ્યા છે. ગર્ભવતી મહિલા અને તેના બાળક પર કોવિડ-19ની કેવી અસર થાય છે તે જાણવામાં આવી રહ્યું છે. આ સંબંધે અલગ-અલગ પ્રકારના કિસ્સા જોવા મળ્યા છે.

image source

કોઈક કેસમાં ગર્ભવતી માતાને કોવિડ-19ને ચેપ લાગ્યો છે, પણ તેમણે સંપૂર્ણપણે સ્વસ્થ સંતાનને જન્મ આપ્યો છે, જ્યારે બીજા કેટલાક કેસમાં માતા સ્વસ્થ છે, પણ બાળકને જન્મ પછી કોવિડ-19નો ચેપ લાગ્યો છે. સિંગાપોરમાં આવી એક ઘટના સામે આવી છે. જેમા સંકેત એ છે કે શું સંક્રમણ માના દ્વારા બાળકમાં ફેલાય છે કે કેમ? ખરેખર, મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. મહિલાને માર્ચમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તે સમયે સ્ત્રી ગર્ભવતી હતી અને હવે, જન્મ બાદ બાળકમાં વાયરસ વિરુદ્ધના એન્ટિબોડીઝ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આ રોગ માતામાંથી બાળકમાં સ્થાનાંતરિત થઈ શકે છે?

સિંગાપોરમાં એન્ટિબોજિઝ સાથે થયો બાળકનો જન્મ

image source

મીડિયા રિપોર્ટ અનુસાર, બાળકનો જન્મ નવેમ્બર મહિનામાં કોવિડ -19 લક્ષણો વિના થયો હતો, પરંતુ તેમા વાયરસ સામે લડતા એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. બાળકની માતા સિલાન નગ ચાને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, મારા ડોકટરોને શંકા છે કે મેં ડિલિવરી દરમિયાન મારી કોવિડ -19 એન્ટિ બોડી તેમા ટ્રાન્સફર કરી છે. મહિલાએ કોવિડ -19 રોગના નાના લક્ષણો જોવા મળ્યા હતા અને અઢી અઠવાડિયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેના બાળકનો જન્મ નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં થયો હતો.

એન્ટિ બોડીઝમાં ઘટાડો

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે કોવિડ -19 ચેપગ્રસ્ત સગર્ભા સ્ત્રી ડિલિવરી અથવા જન્મ દરમિયાન વાયરસ તેના ગર્ભમાં અથવા નવજાત શિશુમાં સ્થાનાંતરિત કરી શકે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. હજી સુધી, માતાના ઘણા નમૂનાઓમાંથી સક્રિય વાયરસ શોધી શકાયો નથી. અગાઉ, ચાઇનામાં ડોકટરોએ કોરોના વાયરસથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં એન્ટિ બોડીઝની ઓળખ અને સમય જતાં એન્ટિ બોડીઝમાં ઘટાડો નોંધ્યો હતો. ઓક્ટોબરમાં ઈમરજિંગ ઈન્ફેક્શિયસ ડિલીજ પત્રિકામાં આ અંગે એક લેખ પ્રકાશિત થઈ ચુક્યો છે.

મા દ્વારા બાળકમાં કોરોનાનો ફેલાવો અપવાદ

image source

ઓક્ટોબરમાં જ જામ પેડિયાટ્રિક્સ પત્રિકામાં અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીનું સંશોધન સામે આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માતાથી નવજાત સુધી કોરોના વાયરસનો ફેલાવો અપવાદ છે. જૂનમાં, યુકેની નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધનએ પણ કહ્યું હતું કે બાળજન્મ દરમિયાન માતાથી બાળકમાં કોરોના વાયરસ ફેલાવાની શક્યતા નહિવત છે.

દરેક કિસ્સામાં આવું થાય એ જરૂરી નથી

image source

તો બીજી તરફ આ સંબંધે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નું એક સંશોધન બહાર આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભમાંના બાળકને કોવિડ-19નો ચેપ લાગી શકે છે એમ વર્તમાન પુરાવા દર્શાવે છે. જોકે, દરેક કિસ્સામાં આવું થાય એ જરૂરી નથી, પણ આવું થઈ શકે છે. આઈસીએમઆરના સંશોધન મુજબ, ગર્ભમાંના બાળકને લાગેલા ચેપનું પ્રમાણ કેટલું હશે અને તેની બાળક પર કેટલી અસર થશે તેના વિશે કોઈ નક્કર માહિતી મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત