કોરોના ટેસ્ટ કરાવવા માટે હવે નહિં જવુ પડે બહાર, તમે ઘરે જાતે જ કરી શકશો, સેલ્ફ ટેસ્ટ કિટને મળી મંજૂરી, જાણો વધુ વિગતો

દુનિયાભરમાં શિયાળાની શરુઆત સાથે જ કોરોનાના કેસમાં વધારો નોંધાવા લાગ્યો છે. વૈજ્ઞાનિકો પણ કોરોનાના આ બીજા ફેઝને લઈને ચિંતામાં છે. તેવામાં કોરોનાની રસી પર પણ અંતિમ ચરણમાં ટ્રાયલ ચાલી રહ્યા છે. જો કે કોરોના કેસ જ્યારે જ્યારે વધે છે ત્યારે ત્યારે હોસ્પિટલ અને લેબોરેટરીમાં લોકોની કતારો લાગી જાય છે. આમ થવાથી હોસ્પિટલના સ્ટાફ અને લેબ પર પણ કામનું ભારણ વધી જાય છે. આ ભારણને હળવું વૈજ્ઞાનિકોએ કર્યું છે.

image source

પહેલીવાર વૈજ્ઞાનિકોએ એવી કીટ વિકસાવી છે કે જેની મદદથી લોકો જાતે ઘરે જ પોતાનો કોરોના ટેસ્ટ કરી શકશે. આ કીટની ખાસિયત એ પણ છે કે તેનું રિઝલ્ટ થોડી જ મિનિટોમાં પણ જોવા મળે છે.

image source

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દુનિયામાં પહેલીવાર સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી છે. આ કિટની મદદથી લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી શકે છે. આ કિટની ખાસિયત એ છે કે તેનું રિઝલ્ટ થોડી જ મિનિટોમાં ખબર પણ પડી જાય છે.

image source

આ કિટના કારણે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ કે લેબમાં જવાની જરૂર પડશે નહીં. આ અંગે મળતી જાણકારી અનુસાર આ સેલ્ફ ટેસ્ટ કિટને અમેરિકી લ્યુકિરી હેલ્થ કંપનીએ બનાવી છે. એડમિનિસ્ટ્રેશન અનુસાર તેનો ઉપયોગ ઈમરજન્સીમાં કરવાનો હોય છે.

image source

એક રિપોર્ટ અનુસાર આ કિટમાં ટેસ્ટ કરવા માટે નાકમાંથી સ્વેબ સેમ્પલ લેવાનું હોય છે. રિપોર્ટ અનુસાર 14 વર્ષથી મોટી ઉંમરના લોકો સરળતાથી પોતાના ઘરે જ જાતે કોરોના ટેસ્ટ કરી શકે છે. પરંતુ આ કિટમાં 14 વર્ષથી નાના લોકો ટેસ્ટ કરી શકે નહીં.

જણાવી દઈએ કે આ દુનિયાની પહેલી કોરોના કિટ છે જેનાથી ઘરમાં જ ટેસ્ટ કરી શકાય છે. સાથે જ તેનો ઉપયોગ કરવા માટે ડોક્ટરના માર્ગદર્શનની કે હાજરીની જરૂર પણ રહેશે નહીં. વ્યક્તિ જાતે જ સ્વેબ લઈ અને ટેસ્ટ કરી શકે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા, ફ્રાંસ સહિત ભારતમાં પણ કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત