કોરોનાથી બચવા કારમાં તમારી નજીકની બારી ક્યારેય ના ખોલો, જાણો બીજી કઇ બાબતોનું રાખશો ધ્યાન

કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે. એવામાં જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ઘણુ અનિવાર્ય છે. આ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા નિષ્ણાતો દ્વારા વિવિધ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. તાજેતરમાં જ સામે આવેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે પણ તમે ભાડૂતી કારમાં પ્રવાસ કરો કે કોઈ રાઈડ બુક કરાવવો તો પ્રવાસ દરમિયાન તમારી બાજુની બારી ખોલશો નહીં. આપણે બધા જાણીએ છીએ કે કોરોના હવામાં પણ જીવતો રહે છે અને તમે જો તમારી નજીકની બારી ખુલ્લી રાખશો તો તમને સંક્રમણ લાગરવાનો ખતરો રહેશે.

ચારે બાજુ કાચ બંધ હશે તો પણ સંક્રમણ વધવાનું જોખમ

image source

આ અંગે અમેરિકાની એમહર્સ્ટ મેસેચ્યુટ્સ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરની પાછળ બેઠેલા પેસેન્જરે અન્ય બારી ખુલ્લી રાખવી જોઈએ. એટલું જ નહીં કારમાં પ્રવાસ દરમિયાન ચારે બાજુ કાચ બંધ હશે તો પણ સંક્રમણ વધવાનું જોખમ રહે છે. હકીકતમાં સંશોધકો સામે મોટો સવાલ હતો કે શું કારની તમામ બારી ના ખોલવામાં આવે અને માત્ર ડ્રાઈવરવાળી બારી અને તેની પાછળની બારી ખોલવાથી રાહત મળી શકે તથા વ્યક્તિના શ્વાસમાંથી નીકળતા એરોસોલ પાર્ટીકલ્સ ડ્રાઈવર અને પેસેન્જરને વાઈરસના જોખમથી બચાવી શકે છે? આ એક મોટો સવાલ હતો.

પોતપોતાની બારી ખોલી નાંખે તો તે યોગ્ય નથી

image source

જેના સંદર્ભમાં સામે આવેલા સંશોધનમાં વિજ્ઞાનીઓએ કારની અંતર એરફ્લોનો અત્યંત આશ્ચર્યજનક રીતે ખુલાસો કર્યો છે. અમેરિકાની એમહર્સ્ટ મેસેચ્યુટ્સ યુનિવર્સિટીના સંશોધનના વડા અને યૂમાસ એમહર્સ્ટમાં ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રો. વર્ગીસ મથાઈના જણાવ્યા મુજબ જો શેયરિંગ કારમાં પાછળ બે અજાણી વ્યક્તિ માસ્ક પહેરીને બેઠી હોય અને તે પોતપોતાની બારી ખોલી નાંખે તો તે યોગ્ય નથી. વર્ગીસના જણાવ્યા મુજબ તેમણે આ સંશોધન એવા લોકોને ધ્યાનમાં રાખીને કર્યું છે કે જેઓ રોજ ભાડાની ટેક્સીમાં પ્રવાસ કરે છે.

મુસાફર માટે જોખમનું કારણ બની શકે છે

image source

સામે આવેલા સંશોધનના પરિણામ એવા લાખો લોકોમાં કોવિડ-19 જેવી સંક્રમક બીમારીનું જોખમ ઓછું કરી શકે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ એ ખ્યાલ મેળવવા માંગતા હતા કે અલગ-અલગ બારી બંધ કે ખૂલી રાખવાથી કારમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ દ્વારા છોડેલા શ્વાસમાંથી નીકળતા એરોસોલ પાર્ટીકલ પર શું અસર કરે છે. આ સૂક્ષ્મકણ સપાટી પર આવ્યા વિના લાંબો સમય હવામાં રહે છે. આથી તે કારમાંથી બહાર ન નીકળે તો તે સમયની સાથે અલગ-અલગ મુસાફર માટે જોખમનું કારણ બની શકે છે. જેથી કરીને કારમાં પ્રવાસ દરમિયાન મુસાફરોએ તેમની બાજુની બારી ખુલ્લી રાખવી હિતાવહ રહેશે.

એર કન્ડીશનર ચાલુ રાખતી વખતે આ વાતનું ધ્યાન રાખો

image source

તો બીજી તરફ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના રિસર્ચ મુજબ કારમાં એર કન્ડીશનર ચાલુ રાખવું અને ચારેય કાચ બંધ રાખવાથી સ્થિતિ બગડી શકે છે. તેની અંદર હવાનું સર્ક્યુલેશન થતું નથી. બારીક કણ લાંબો સમય હવામાં રહે છે. બ્રાઉન યુનિવર્સિટીના અસીમાંશુદાસ કહે છે કે એવામાં સંક્રમણનું વધુ જોખમ ડ્રાઈવરને હોય છે. કારણ કે હવાનો ફ્લો પાછળથી આગળ તરફ જતો હોય છે. જેથી તમે કારમાં મુસાફરી કરો ત્યાંરે સંપૂર્ણ કારને બંધ ન કરો અને સાઈડની બારી હંમેશા ખુલી રાખો જેથી હવાની અવર જવર રહેશે અને તમે સંક્રમણથી બચી શકશો.

દેશમાં 24 કલાકમાં 32,981 નવા કેસ નોંધાયા

image source

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં આંશિક રાહત જોવા મળી રહી છે. છેલ્લા થોડાક દિવસથી 24 કલાકમાં સામે આવતા કેસો 40 હજારથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પર અંકુશ જોવા મળી રહ્યો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,981 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 391 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 96,77,203 થઈ ગઈ છે.

91 લાખ 39 હજાર 901 લોકો સાજા થયા

image source

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 91 લાખ 39 હજાર 901 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,109 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,96,729 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,40,573 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,77,87,656 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 8,01,081 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત