કોરોના કાળમાં બાળકોની સલામતી માટે આ રાજ્યએ સ્કૂલો ખોલાવાને લઇને કરી મહત્વની જાહેરાત, તમારા માટે જાણવું છે ખાસ જરૂરી

કોરોનાના સંક્રમણના કારણે દેશભરમાં છેલ્લા 7 મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે અનલોકની પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકારે સાવચેતી સાથે શાળાઓ શરુ કરવા પરવાનગી આપી છે પરંતુ કેટલાક રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ ચિંતાજનક હોવાથી શાળા-કોલેજો ખોલવામાં આવી નથી અને હાલ પણ ઓનલાઈન અભ્યાસ જ ચાલી રહ્યો છે. આવા રાજ્યામાં હવે દેશની રાજધાની દિલ્હીનું નામ પણ જોડાઈ ગયું છે.

image source

દિલ્હીમાં આ અગાઉ જાહેર કરેલા આદેશ અનુસાર 31 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો હતો. પરંતુ હવે આ આદેશને લંબાવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં શાળાઓ હજુ પણ બંધ જ રહેશે.

image source

આ અંગેની જાહેરાત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે હાલની સ્થિતિમાં શાળાઓ ખુલે તો સંક્રમણ વધવાનું જોખમ વધી શકે છે. તેથી શાળાઓ આગામી આદેશ સુધી બંધ જ રહેશે.

image source

નાયબ મુખ્યમંત્રીએ આ અંગે એક પત્રકાર પરિષદ સંબોધી હતી તેમણે કહ્યું હતું કે શાળાઓ અંગે શિક્ષકો અને વાલીઓ તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. શિક્ષકો અને વાલીઓ બંને માને છે કે હાલના સમયમાં શાળાઓ બંધ જ રાખવી જોઈએ. આ સાથે જ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી આદેશો સુધી બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

image source

કોરોનાના કેસ વધવાની ચિંતા સાથે દિલ્હી સરકાર માટે દિલ્હીમાં વધતું વાયુ પ્રદૂષણ પણ ચિંતાનું કારણ બન્યું છે. રાજધાનીની હવા અત્યંત ખરાબ સ્તરમાં પહોંચી છે. તેવામાં શિયાળાની શરુઆત પણ થવા લાગી છે ત્યારે તંત્રને ચિંતા સતાવે છે કે કોરોનામાં આ પ્રદૂષણ બેવડો માર કરશે. હવામાં પ્રદૂષણ વધતાં લોકોને માથાનો દુખાવો, આંખમાં બળતરા જેવી ફરિયાદો વધી રહી છે સાથે જ અસ્થમાના દર્દી પણ ખૂબ ચિંતિત થયા છે.

image source

અન્ય રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ દિલ્હીમાં વર્તમાન સમયમાં પણ 24 કલાકમાં હજારોની સંખ્યામાં કેસ નોંધાયા છે. તેવામાં દિલ્હી સરકારે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત