Site icon News Gujarat

કોવિડ ટાસ્કફોર્સે કર્યો નવો ધમાકો, રેમડેસિવિરથી ફરક પડતો નથી, લોકડાઉન અંગે પણ કહી મોટી વાત

હાલમાં ભારતની સાથે સાથે કોરોનાએ પણ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં રોજના 13000 હજાક કેસ નોંધાવા લાગ્યા છે અને લોકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે બેકાબૂ બનેલા કોરોનાને નાથવા રાજ્ય સરકારે એક કોવિડ ટાસ્કફોર્સ બનાવી છે. આ ટાસ્કફોર્સ દ્વારા કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેઓ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે અવનવા સંશોધનો કરતી રહી છે. ત્યારે આજે કોવિડ ટાસ્કફોર્સના સભ્યોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કોવિડ ટાસ્કફોર્સે આયવર મેક્ટિન અને ફેબી ફ્લૂ(ફેવિપીરાવિર) ક્લિનકલ પ્રોટોકોલમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

image source

જો આજની આ પરિસ્થિતિ વિશે વિગતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્યો અને અન્ય તજજ્ઞ તબીબો જેમ કે સિવિલ હોસ્પિટલ સહિતનાં ડોક્ટર સાથે ચર્ચા કરીને પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોટા ભાગના માઈલ્ડ કેસમાં નવી શરૂઆત કરી છે. જેમાં ટેબલેટ ફેવિપિરાવિર અને આઈવરમેક્ટિન ટેબલેટ આપવામાં આવશે. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલના ડો. શાહે બધી વાત કરી હતી અને માહિતી આપી હતી કે છેલ્લા સવા વર્ષથી કોવિડ સામે દુનિયા લડી રહી છે. અને કમનસીબે આ બીજી લહેર છે. અને તે ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ 15 મહિનાની અંદર 90 હજારથી વધારે રિસર્ચ કોરોના પર થયા છે.

આ સાથે જ ડોક્ટર શાહે વાત કરી કે આજે WHOના સમાચાર છે કે રેમડેસિવિર હવે ઈફેક્ટિવ નથી. તે મોતને ઘટાડી શકતી નથી. ICU અને હોસ્પિટલ સ્ટેમાં 5-7 દિવસનો ફરક પડ્યો. આમ તેનાથી કોઈ ફરક પડતો નથી. અને ડેક્ઝામિથાસોનની 6 મિલીગ્રામની ગોળી 10 દિવસમાં લેવાથી મોર્ટાલિટી રેટ ઘટી શકે છે. કોરોનાનાં પાંચ પ્રકાર છે. પહેલું એસિપ્ટોમેટિક કે જેમને દવાની જરૂર નથી. શરદી હોય તો શાંતિથી આઈસોલેશનમાં રહે અને સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ બીજાને ચેપ ન લગાડે. પોષણયુક્ત ખોરાક લે અને ઘરે રહે. બીજો પ્રકાર છે માઈલ્ડ, ત્રીજો મોડરેટ, ચોથો સિવિયર અને પાંચમો ક્રિટિકલ.

image source

આ પાંચ કેસો વિશે વિગતે વાત કરતાં ડોક્ટર શાહે વાત કરી કે, માઈલ્ડ કેસોમાં ફેવિપિરાવિર મેડિસિન હાલમાં સામે આવી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં તે ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. અને મહારાષ્ટ્ર સરકારે 8મી એપ્રિલની ગાઈડલાઈનમાં ફેવિપિરાવીર મુકી છે. અને પહેલા દિવસે 1800 મિલીગ્રામનો ડોઝ બે વખત આપવાનો હોય છે. એક સવારે અને એક સાંજે. અને તે પછી 800 મિલીગ્રામનો ડોઝ 14 દિવસ સુધી સવાર અને સાંજ આપવાનો હોય છે.

image source

ઈન્જેક્શનને લઈને ડો. શાહે વાત કરી કે દુનિયાભરમાં એકપણ સ્ટડી એવું સામે નથી આવ્યું કે રેમડેસિવિર જ દવા આપવી જોઈએ. અને કોવિડ તમારા કંટ્રોલમાં આવશે. દુનિયાની એકપણ સ્ટડી આમ કહેતી નથી. WHOએ કહ્યું છે કે રેમડેસિવિરનો કોઈ રોલ જ નથી. શરૂઆતમાં આપણે ટોસિલોઝૂમેબ આપી. 50 હજારની મેડિસિનના 2 લાખ રૂપિયા સુધી આપ્યા. અને અત્યારે એ જ રીતે ગાંડપણ ચાલ્યું છે. મધ્યપ્રદેશમાં એક દવાના 30-40 હજાર રૂપિયા લેવાય છે. ડો. શાહે જણાવ્યું કે, જ્યારે મોડરેટથી સિવિયરમાં આવીએ ત્યારે તેનો રોલ હોસ્પિટલાઈઝેશન, ઓક્સિજન સપોર્ટ છે. જેની હાલમાં આપણે તંગી અનુભવી રહ્યા છીએ. પહેલાં સામાન્ય શરદી થાય ત્યારે લોકો બહાર આવતાં નથી. પણ જ્યારે પોત પ્રકાશે એમ પાંચમા દિવસે વધી જાય ત્યારે આપણે દોડીએ છીએ. એટલે શરૂઆતમાં આપણે ડાયગ્નોઝ નથી કરાવતા અને ઘરના સભ્યોમાં કોરોના ફેલાવીએ છીએ. પણ તે સમયે જ તેનું નિદાન થઈ જવું જોઈએ.

image source

બીજી મહત્વની વાત કરીને ડો. શાહે વાત કરી કે આજની તારીખમાં ડ્રગ ઓફ ચોઈસ કે જે તમામ એક્સપર્ટ સૂચવે છે તે છે ડેક્ઝામિથાઝોન અથવા મેટ્રોલ કરીને દવા આવે છે તેનાથી જીવ બચાવી શકીએ છીએ. અને ઓક્સિજન સપોર્ટ. ઓક્સિજનમાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે. ઓક્સિજન વિશે શાહે વાત કરી કે 94થી 96 વચ્ચે ઓક્સિજન લેવલ હોય તેમને ઘરે બેઠાં ઓબ્ઝર્વ કરવા જોઈએ. તેના માટે 6 મિનિટ વોક ટેસ્ટ કરવું જોઈએ. સવાર અને સાંજે 6 મિનિટ ચાલે અને જો ઓક્સિમીટર 94થી ઓછો જાય તો કાંઈક તકલીફ છે. તેનો મતલબ કે આનાથી પાણી પહેલાં પાળ બાંધી શકાય. અને તેને આધારે દવા લઈ શકાય. આપણે વાઈરસની સામે ત્રીજું વર્લ્ડ વોર લડી રહ્યા છીએ. આપણી પાસે હથિયાર નથી. આપણે ભેગાં થઈ તેને સમજીશું તો તેને હરાવી શકીશું. અને તમામે રસી લેવી જ જોઈએ.

image source

ડો. શાહે લોકડાઉન વિશે વાત કરી કે જો લોકડાઉન લાવીશું તો લોકો મરી જશે. શરૂઆતમાં ખબર ન હતી કે ક્યાં લડવાનું છે. પણ હવે ખબર છે કે ક્યા લડવાનું છે. એટલે ગરીબો તેમજ મધ્યમ વર્ગનું ધ્યાન રાખી સરકારનો નિર્ણય એકમદ યોગ્ય છે. આ સાથે જ ડો. જયંતિ રવિએ કહ્યું કે, ઊંઘા સુવાથી ફેફસાંની કેપિસિટી વધે છે. જેના પર ડો. તુષારે કહ્યું કે, કોરોના સૌથી પહેલાં ફેફસાં પર અસર કરે છે. તેના માટે પેટ પર ઊંઘા સૂઈ જવાની થેરાપી તેમણે સૂચવી હતી. સ્ટિરોઈડ અને પ્રોન પ્રોશ્ચરથી ICUમાંથી પણ દર્દી ઠીક થઈ જતાં હોય છે. આ ઉપરાંત ઘરે બેઠાં 250 રૂપિયાનું ઈન્સેન્ટિવ સ્પાયરોમીટરથી કસરત કરવાથી પણ ફાયદો થાય છે. જેમને કફ થયો હોય તેઓ આ કસરત કરવાથી કફ પણ દૂર થાય છે. યોગા અને પ્રાણાયમ કરવામાં આવે તો પણ ફેફસાની કેપિસિટી વધે છે અને હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી. ત્યારે હવે લોકોને આ રીતે પ્રેસ કોન્ફરસ કરીને વાત કર્યા પછી ઘણા પ્રશ્નોનો હલ આવ્યો છે અને કાલ કરતાં આજ પરિસ્થિતિ સુધરે એવી સૌ કોઈને આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version