કોરોનાના વધતા કેસો વચ્ચે આ રાજ્યએ લીધો મોટો નિર્ણય: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પાછળ ઠેલાઈ, હવે લેવાશે જૂનમાં

રવિવારે જાહેર થયેલ સત્તાવાર માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1.52 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ આંકડાઓ પરથી તમે કોરોનાની ભયાનકતા અંગેનો અંદાજો લગાવી શકો છો.

image source

ભારતમાં કોરોના વાયરસે બધા જ રાજ્યો પર પોતાનો કાળો કહેર વર્તાવ્યો છે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાને કાબુમાં લેવા માટે ભારતના જુદા જુદા રાજ્યોમાં વિવિધ પ્રતિબંધો લાગ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની 10માં અને 12માં ધોરણના બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલવાનો વારો આવ્યો છે.

image source

કોરોના વાયરસના કારણે બોર્ડની ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓ હવે જૂન મહિનામાં લેવાશે. પહેલા આ પરીક્ષા મે મહિનાના અંત સુધી લેવાની હતી એવી મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષ ગાયકવાડે કહ્યું હતું કે હું તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને ખાતરી આપવા માંગું છું કે તમારી સલામતી અમારી સૌથી મોટી અગ્રિમતા છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ, અને આ સંદર્ભે આગામી થોડા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

image source

આ સાથે આગળ તેમને જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ,ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના પરીક્ષા સિવાયના અન્ય વિકલ્પો માટે ચર્ચા અને મીટિંગો યોજાઇ રહી છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 63,294 નવા દર્દીઓ મળી આવ્યા.જ્યારે 34,008 દર્દીઓ સ્વસ્થ થયા અને 349 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 34.07 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 27.82 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 57,987 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, અહીં લગભગ 5.65 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 1, 68, 912 લોકો કોવિડ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દેશમાં એક જ દિવસમાં સંક્રમિતોનો મળેલો સૌથી મોટો આંકડો છે. આ અગાઉ 10 એપ્રિલના રોજ 1, 52,565 કેસ નોંધાયા હતા.

image source

એક દિવસમાં દેશના ચાર રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ જોવા મળ્યા. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં પહેલીવાર આ સંખ્યા 63 હજારને પાર કરી ગઈ છે. અહીં 63,294 લોકો સંક્રમિત થયા. રાજ્યમાં 349 લોકોનાં મોત થયાં છે.

અત્યાર સુધી 1, 35, 27 , 717 લોકો આ ચેપનો ભોગ બન્યા છે. તેમાંથી 1, 21, 56, 529 લોકો સાજા થયા છે. 1, 70, 179 દર્દીઓ મૃત્યુ પામ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!