Site icon News Gujarat

કોરોનાના કકળાટમાં હમણાં રિક્ષામાં બેસતા પહેલા વિચારી લેજો સો વાર, કારણકે…વાંચી લો ગુજરાતના આ શહેરમાં શું થયું…

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જે હાલના સમયમાં એક ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર કોરોના પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે પણ સ્થિતિ વધુને વધુ બેકાબુ બનતી જણાય છે. એવામાં ગુજરાતના સુરત જિલ્લામાં એક જ દિવસમાં 34 રિક્ષા ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સુપરસ્પ્રેડરની ઓળખ થઈ શકે તે માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રિક્ષાચાલકો, શાકભાજી વેપારીઓ જેવા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે તે બાદ તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનરે પત્રકારોને આપેલી જાણકારી અનુસાર સુરતમાં સોમવારે લગભગ 34 ઓટોરિક્ષા ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

image source

તમને આગળ કહ્યું હતું કે લોકોને રિક્ષામાં સફર દરમિયાન માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સંક્રમણની ચેન તોડવા માટે સુરતમાં મોટા બજારોમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.

ભારત ભરમાં કોરોનાએ ફરી એકવાર પોતાનો હાહાકાર મચાવ્યો છે એમાંય ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

image source

કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં જોજાહેર બસોને બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોના રિક્ષામાં ધસારો વધ્યો છે. એવામાં સુરતમાં એક સાથે આટલા બધા રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર ઊંચું નીચું થઈ ઉઠ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આપણા દેશમાં અત્યાર સુધીમાં 1, 17, 33, 594 લોકો આ કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમાંથી 1, 12, 03, 016 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોને આ કોરોના વાયરસ ભરખી ગયો છે. જ્યારે 3.65 લાખ લોકોની હજી પણ સારવાર ચાલી રહી છે. .

કોરોના કેસનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47, 239 નવા દર્દી મળ્યા છે અને 23,913 દર્દીઓ સાજા થયા છે જ્યારે 227 લોકોના મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી વધુ રહ્યા.

image source

એટલું જ નહીં મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 30 એપ્રિલ સુધી વધારી દીધા છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે.

મંત્રાલય તરફથી આગળ કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો તો થઈ જ રહ્યો છે એની સામે કોરોના વેકસીનેશનનું કામકાજ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.તમને જણાવી દઈએ કે સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રીમાં આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના ચાર્જ લઈ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

image source

એવામાં ગઈ કાલે કેન્દ્ર સરકારે વેકસીનને લઈને એક અગત્યનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે મંગળવારે એ નિર્ણય કર્યો છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version