કોરોનાને કારણે ફિલ્મમેકર હંસલ મહેતાના અમદાવાદમાં રહેતા કઝિનનું થયુ મોત, સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ગુજરાતની હાલત બહુ ખરાબ છે’

કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના કારણે હંસલ મહેતાના પિતરાઈનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે ફિલ્મમેકર હંસલ મહેતા દ્વારા આ વાતની જાણ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે અમદાવાદમાં રહેતા મારા એક નજીકના પિતરાઈને ગુમાવી દીધો છે. તેની પત્ની પરિસ્થિતિ પણ ગંભીર છે. હાલમાં ગુજરાત રાજ્યની સ્થિતિ વધારે વણસી રહી છે. જેટલું કહેવાય રહ્યું છે એના કરતા ઘણી વધારે છે. ફિલ્મમેકર હંસલ મહેતાની આ પોસ્ટ જોઈ લીધા બાદ તેમના કેટલાક મિત્રો અને પરિવારના સભ્યોએ હંસલ મહેતાના પિતરાઈ ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ગુજરાત રાજ્યની પરિસ્થિતિને ભયજનક કહી દેવાના કારણે હંસલ મહેતાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલ લોકોનો રિસ્પોન્સ.

image source

અભિનેતા રાહુલ દેવએ લખ્યું છે કે, ‘પ્રિય હંસલ, વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.’ જયારે સ્ક્રિપ્ટ રાઈટર હરનીત સિંહએ લખ્યું છે કે, ‘જાણીને ઘણું દુખ થયું.’ અનિરૂદ્ધ ગુહાએ લખ્યું છે કે, શ્રદ્ધાંજલિ હંસલ. આશા છે કે, તેમના પત્ની જલ્દી રીકવર થઈ જાય.’ અભિનેત્રી સયાની ગુપ્તાએ લખ્યું છે કે, ‘આવી જ પરિસ્થિતિ દેશના ઘણા રાજ્યોની છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ છે પરંતુ પશ્ચિમ બંગાળથી કોઈ સમાચાર આવશે નહી, કેમ કે, પશ્ચિમ બંગાળમાં લાખો લોકોની સાથે જ ચૂંટણીની રેલીની વધારે જ્રુરીય્ત છે.


ત્યાં જ ફિલ્મમેકર હંસલ મહેતાની આ પોસ્ટ પર એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા કમેન્ટ કરવામાં આવી છે કે, ‘ફક્ત ગુજરાત રાજ્ય જ નહી, પણ બધા જ સ્થાને પરિસ્થિતિ ખરાબ છે.’ ત્યાં જ અન્ય એક યુઝર લખે છે કે, ‘સુરત શહેરની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

જયારે બીજા યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘મોદી સાહેબ અને અમિત શાહ હવે કેમ જોવા મળતા નથી.? જયારે અંશુલ દુબે નામના યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘આપ એકવાર છત્તીસગઢ રાજ્યના ગ્રાઉન્ડ રીપોર્ટ વિષે જાણશો તો આપના છેં પરથી રંગ ઉડી જશે.’

નેશન એવોર્ડ વિજેતા છે આ ફિલ્મમેકર.

image source

ફિલ્મમેકર મહેતા નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર છે. વર્ષ ૨૦૧૩માં ફિલ્મ ‘શહીદ’ માટે હંસલ મહેતાને ‘બેસ્ટ ડાયરેક્ટર’નો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત હંસલ મહેતાએ ‘દસ કહાનિયા’, ‘રાખ’, ‘સિટીલાઈટ’, ‘અલીગઢ’, ‘સિમરન’, ‘ઓમર્ટા’, ‘સ્કેમ 1992’ (વેબ સીરીઝ), અને ‘છલાંગ’ જેવી ફિલ્મોનું ડાયરેકશન પણ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!