કોરોના દર્દીઓમાં મોટાભાગે જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ખાસ જાણી લો જલદી ડોક્ટરે શું આપી ચેતવણી

દુનિયા કોરોના વાયરસથી લડી રહી છે તેને 12 મહિનાનો સમય થઈ ગયો. વાયરસના શરૂઆતના દિવસોમાં માનવામાં આવી રહ્યું હતું કે તેનાથી શ્વાસની બીમારીવાળા લોકોને વધારે શિકાર બની રહ્યો છે. પરંતુ હકીકતમાં એવું નથી. આ વાયરસ શરીરના ઘણા અંગોને નિશાન બનાવી રહ્યો છે. કોરોનાના વધતા મામલા સાથે કોરોના વાયરસના નવા-નવા લક્ષણો સામે આવી છે. કોરોનાથી સંક્રમિત થનારી દરેક વ્યક્તિનો અનુભવ અલગ-અલગ છે. ડાયરિયા, ચક્કર આવવા, બહેરાશ, મસલ્સ પેન, સ્કીન ઈન્ફેક્શન કે નજર નબળી પડવાની સાથે લૂઝ મોશન પણ કોરોનાના નવા સ્ટ્રેન સંક્રમણનો સંકેત છે. કોરોનાની બીજી લહેર ભારતને માટે જીવલેણ સાબિત થઈ રહી છે.

image source

મળતી માહિતિ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1388 મોત થયા છે. જે સૌથી વધારે છે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય સેવાઓ નબળી પડી રહી છે. ગયા વર્ષ કરતા આ બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. બેકાબૂ આ લહેર અનેક નવા લક્ષણો પણ સામે લાવી રહી છે. કોવિડના મ્યૂટેન્ટ હેરાન કરનારા છે. એક્સપર્ટનું કહેવું છે કે વાયરસ પહેલાથી વધારે મજબૂત અને સંક્રામક બની રહ્યો છે. જેના કારણે કેસ પણ વધી રહ્યા છે. તો જાણો કયા છે આ નવા સ્ટ્રેનના લક્ષણો જે આજકાલ વધારે જોવા મળી રહ્યા છે.

કોરોનાના લક્ષણ છે સિમ્પટોમેટિક

image source

પહેલાની સરખામણીએ કોરોનાના લક્ષણો વધારે સિમ્પટોમેટિક બની રહ્યા છે. કોરોનાના લક્ષણમાં ગળામાં ખરાશ અને દર્દ સામેલ છે. સંક્રમણના લગભગ 52 ટકાથી વધારે કેસમાં આ લક્ષણ જોવા મળી રહ્યું છે. આ સાથે ખાવા અને પાણી પીવામાં પણ રોગીને ગળામાં દર્દ કે બળતરા અનુભવાય છે. આ સિવાય દર્દી થાક, વાયરલ ઈન્ફેક્શન અનુભવે છે.

આ લક્ષણો પણ છે કોરોનાના નવા સ્ટ્રેન માટે જવાબદાર

image source

જો દર્દીને માંસપેશીમાં દર્દ, સાંધામાં દર્દ, શરીરમાં ખૂબ જ વધારે દર્દ રહે છે તો તે મુખ્ય કારણ માઈગેલિયા છે. જે માંસપેશી ફાઈબર અને ટિશ્યૂ લાઈનિંગ પર હુમલો કરનારા વાયરસના કારણે છે. સંક્રમણ સમયે શરીરમાં સાંધા, નબળાઈ અને શરીરમાં દર્દ પણ થઈ શકે છે.  આ સિવાય દર્દીને ઠંડી ચઢવી, ધ્રૂજારી થવી કે સામાન્ય તાવ આવવો એ પણ શક્ય છે. જીવ મિચલાવવાની સાથે ઉલ્ટી પણ તેના શરૂઆતના લક્ષણો છે. ડાયરિયા કે લૂઝ મોશન કોરોના સંક્રમણનો સંકેત છે. આ સિવાય ચક્કર આવવા કે બહેરાશ, મસલ્સ પેન, સ્કીન ઈન્ફેક્શન, ઓછું દેખાવવું એ પણ કોરોનાના નવા સ્ટ્રેન હોવાનું જણાવી રહ્યા છે.

આંખોની સમસ્યા

image source

એડવાઈઝરીમાં આંખોમાં ખંજવાળ આવવી, લાલ થવી અથવા સોજો આવવો જેવા લક્ષણો બતાવાયા છે. આ લક્ષણ ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે અને લોકો તેના પર ધ્યાન નથી આપી રહ્યા. કેટલાક મામલામાં આંખોની આસપાસની નસો પણ સોજાઈ જાય છે. અથવા આંખોમાં વધારે પાણી આવે છે. જોકે આ લક્ષણો ખૂબ અસામાન્ય છે પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે ગંભીર સંક્રમણના મામલામાં આ લક્ષણો જોવા મળી શકે છે.

મગજ પર થઈ રહી છે અસર

image source

કોવિડ-19ના પ્રભાવ મનોવૈજ્ઞાનિક રૂપથી પણ પડી રહ્યો છે. જેની સીધી અસર મગજ પર થઈ રહી છે. જોકે આ લક્ષણ સાજા થયેલા દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. NHSનું કહેવું છે કે માથું દુઃખવું અને થાકની સમસ્યા સાથે બેચેની અને દુવિધા જેવી લક્ષણો અનુભવાઈ રહ્યા છે. આ લક્ષણો પણ ગંભીર રીતથી બીમાર દર્દીઓમાં જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!