કોરોનાએ લીધા અનેક લોકોના જીવ, અનેક પરિવારોના માળાને પાડી દીધા વિખૂટા, આ હકીકત જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી, આ સમયમાં ખાસ રહો ઘરમાં..

ગુજરાતની સાથે સાથે દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1લાખ 69 હજાર 914 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં 10 એપ્રિલના રોજ 1 લાખ 52 હજાર 565 કેસ નોંધાયા હતા. તો વળી ગુજરાત સરકાર પણ લોકોને વિશ્વાન નથી. પહેલાંથી જ લોકો વચ્ચે એક સવાલ ચર્ચાતો આવ્યો છે કે રાજ્ય સરકાર કોરોનાના મૃતકો અને દર્દીઓની સંખ્યાના આંકડા સરકાર છુપાવી રહી છે.

image source

ત્યારે હવે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટમાં એક ન્યૂઝ પેપરના પ્રતિનિધિએ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતાં. જેના કારણે હાલમાં હાહાકાર મચી ગયો છે. રાજ્ય સરકારે રવિવારે સાંજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 19 લોકોના મૃત્યુ થયા હોવાના આંકડા જાહેર કર્યા હતા. જ્યારે તપાસમાં આ આંકડા ખોટા સાબિત થયા છે

image source

શનિવાર રાત્રે 12 વાગ્યાથી રવિવાર રાત્રે 12 વાગ્યા સુધી સર્વે કરવામાં આવ્યો અને રિયાલિટી ચેક કરવામાં આવી હતી. તો એવું બહાર આવ્યું કે અહીં 77 મૃતદેહોની ગણતરી કરી હતી. કઈ મિનિટે મૃતદેહને પરિવારને સુપરત કરાયો તેની સંપૂર્ણ વિગતો પણ રાખવામાં આવી છે જેથી સરકાર કોઈ આડા અવળા સવાલ ન કરી શકે. 1200 બેડમાં દાખલ દર્દીનો મૃતદેહ લેવા માટે સ્વજનોને હાલાકી પડી રહી હોવાનું પણ બહાર આવ્યું છે. મૃતદેહ લેવા સ્વજનોએ બેથી ત્રણ કલાક રાહ જોવી પડે છે, કારણ કે એક તરફ સ્મશાનોમાં વેઇટિંગ હોવાના કારણે શબવાહિની ત્યાં રોકાયેલી હોય છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલ પાસે પૂરતી સંખ્યામાં શબવાહિની ઉપલબ્ધ નથી જે પણ સત્ય હકીકત છે.

image source
image source

જો આ જ વાતને એકાદ લાઈવ કિસ્સા સાથે સમજીએ તો મૂળ લુણાવાડા અને બે વર્ષથી અમદાવાદમાં રહેતા રાહુલ રાણાને પાંચ દિવસ પહેલા 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં ઈન્વેસ્ટિગેશન કરાવતા તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. શુક્રવારે રાહુલ તેની માતા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, બે દિવસમાં મને રજા મળી જશે પછી હું ઘરે આવી જઈશે, પરંતુ શનિવારે સાંજે રાહુલના મૃત્યુના સમાચાર આવ્યા હતા.

image source

એ જ રીતે પીયૂષ પરમાર છેલ્લા ઘણા સમયથી સિવિલમાં પ્રાઈવેટ એમ્બુલન્સ અને શબવાહિની ચલાવતા હતા. કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા અઠવાડિયા પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 1200 બેડ સિવિલમાં દાખલ કરાયા હતા. શુક્રવારે તેમનું પણ મોત થયું હતું. આવી કેટલીક દુખદ ઘટના બની રહી છે અને હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ ભારે વધી રહ્યા એ પણ એક ચિંતાનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!