હવે કોરોનાનો દર્દી માત્ર આટલા જ કલાકમાં થઈ જશે સાજો, વૈજ્ઞાનિકોએ શોધેલી આ દવાની આખા વિશ્વમાં ચર્ચા, જાણો જલદી તમે પણ

હાલમાં સમગ્ર વિશ્વમાં 7 કરોડની આજુબાજુ લોકો કોરોનાથી પીડાઈ ચૂક્યા છે અને લાખો લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે એવી જ રીતે ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી સામાન્ય વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1514 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,17,333એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે. પરંતુ હવે એક જોરદાર વાત સામે આવી છે અને લોકોમાં ભારે હરખ છે. કારણ કે છેલ્લા એક વર્ષથી કોવિડ-19 મહામારી ફેલાયેલી છે, પરંતુ હજી સુધી કોઈ સટીક દવા બની નથી.

image source

ઉલ્લેખનીય છે કે, કોરોના રસી બનાવવા માટે વિશ્વવ્યાપી કવાયત વધુ તીવ્ર કરવામાં આવી રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી કાઢી છે જે માત્ર 24 કલાકમાં કોરોનાને ભગાડી દેશે અને દર્દીને સાજો કરી દેશે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ એન્ટિ-વાયરલ ડ્રગ કોરોનાને સંપૂર્ણપણે દૂર કરી શકે છે.

image source

આ દવાનું નામ MK-4482 / EIDD-2801 છે. તેને સરળ ભાષામાં મોલ્નૂપીરાવિર (Molnupiravir) પણ કહેવામાં આવે છે. જો આ દવા વિશે અને શોધ વિશે વિગતે વાત કરીએ તો જર્નલ ઓફ નેચર માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ મોલ્નૂપીરાવિરથી કોરોનાના દર્દીઓને માત્ર સંક્રમણ ફેલાવતા જ રોકી શકાતા નથી, પરંતુ વધુ ગંભીર રોગોથી પણ બચાવી શકાય છે.

image source

તેમજ આ સિવાય વાત કરવામાં આવે તો આ અભ્યાસના લેખક રિચાર્ડ પ્લેંપરનું કહેવું છે કે આ પહેલી વખત છે જ્યારે કોરોના સારવાર માટે મોંથી ખાનાર દવાનું પ્રદર્શન કરાઇ રહ્યું છે. MK-4482 / EIDD-2801 એ કોરોનાની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ દવાની શોધ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે કરી છે. પ્રારંભિક સંશોધન દરમિયાન ડ્રગ ઈન્ફલ્યુએન્ઝા જેવા જીવલેણ ફ્લૂને ખત્મ કરવામાં અસરદાર જણાઇ, ત્યારબાદ તે ફેરેટ મોડેલ દ્વારા SARS-CoV-2ના સંક્રમણને રોકવા માટે રિસર્ચ કરાયું.

image source

જો કે પુરી પ્રોસેસ વિશે અને કઈ રીતે શરૂઆત થઈ એના વિશે જો વાત કરીએ તો આ સંશોધન હાથ ધરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રહેલાં કેટલાક પ્રાણીઓને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા. જેવો આ પ્રાણીઓએ નાકથી વાયરસ છોડવાનું શરૂ કર્યું તેમને MK-4482/EIDD-2801 કે મોલ્નૂપીરાવિર આપવામાં આવી.

image source

ત્યારબાદ આ ચેપગ્રસ્ત પ્રાણીઓને સ્વસ્થ પ્રાણીઓની સાથે એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા. સાથે જ રિસર્ચના સહ-લેખક જોસેફ વોલ્ફના અનુસાર ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે રાખવામાં આવેલા કોઈપણ સ્વસ્થ પ્રાણીમાં ચેપ ફેલાયો નથી. જો આ જ રીતે મોલ્નૂપીરાવિર દવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ પર વપરાય છે, તો 24 કલાકની અંદર દર્દીઓમાં સંક્રમણ ખત્મ થઇ જશે. ત્યારે હવે આ સમાચાર સામે આવતા જ લોકોમાં એક નવો જ હાશકારો જોવા મળી રહ્યો છે અને કોરોના દર્દીએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત