Site icon News Gujarat

કોરોનાની વેક્સિન કોને પહેલા અપાશે તેનો ઘડાયો વિગતવાર પ્લાન, જાણી લો તમે પણ

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઇરસની રસીની તૈયારી નિહાળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે કોરોના વાઇરસના રસીની આગમનની તૈયારીઓ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ ગુજરાત સહિત વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વેક્સિનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાતમાં સૌથી પહેલા કોને વેક્સિન અપાશે તેનો જવાબ આ રહ્યો. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વધારાના વોક-ઇન કૂલર, એક વોન ઇન ફ્રી અને 169 આઇસલાઇન્ડ રેફ્રિઝરેટર પૈકી 150 જેટલા આઇસલાઇન્ડ રેફ્રિઝરેટર મળી ગયા છે. 30 ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થશે.

કુલ 3.96 લાખ હેલ્થકેર વર્કર્સની માહિતી એકત્રિત કરવામાં આવી

image source

નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજસુધીમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્યકર્મીઓ અને 1.25 લાખ ખાનગી આરોગ્યકર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થકેર વર્કર્સની માહિતી એકત્રિત કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું

image source

બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર જેવા કે હોમગાર્ડ્સ, પોલીસ, સફાઇકર્મી વગેરેને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ બીજા વિભાગના ફ્રન્ટલાઇન વર્કરોની માહિતી તૈયાર કરવા કમિટિની રચના કરવા જણાવાયું છે. 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સીનિયર સિટિઝનની માહિતી પણ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના
સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યની 108 એમ્બુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેવામાં આવશે

image source

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને અગ્રિમતાના ધોરણે રસી આપવાનું નક્કી કરાયું છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સાથે-સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આષુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટિસ્ટ, એલોપેથી/આયુષ, જનરલ પ્રેક્ટિસ કરતા સહિત તમામની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે-સાથે રાજ્યની 108 એમ્બુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેવામાં આવનાર છે. ગુજરાતમાં કોરોનાનો હાહાકાર

image source

કોરોના વાયરસના 1514 નવા કેસની સામે આજે 1535 દર્દીઓ સાજા થયા છે.અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,98,527 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 15 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે તો કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં હાલ 90 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં હાલમાં 14742 એક્ટિવ કેસ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14742 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.35 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,668 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 81,72,380 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં એક જ દિવસમાં 9 લોકોના મોત

image source

અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે એક જ દિવસમાં 9 લોકોના મોત થયાં હતા. તો અત્યાર સુધીમાં 2109 લોકોને કોરોના ભરખી ગયો હતો.

લાભાર્થીઓની ડેટાએન્ટ્રી કરાશે તેમજ રીયલ ટાઈમ મોનીટરીંગ કરાશે

image source

આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે. જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય છે. તેમાં કોઇ દખલ ન થાય આ માટે ખાસ પ્રકારની કો-વિન એપ્લીકેશન બનાવાઈ છે. જેમાં રસીના લાભાર્થીઓની ડેટાએન્ટ્રી કરાશે તેમજ રીયલ ટાઈમ મોનીટરીંગ કરાશે. ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી જેવી અનેક કામગીરી કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version