કોરોના વેક્સિનને લઈને ભારતવાસીઓ માટે મોટી ખુશ ખબર, AIIMSના ડૉકટરે કહી દીધું કયારે આવશે રસી
હાલમાં કોરોનાએ માઝા મુકી દીધી છે અને ધડાધડ કેસ સામે આવી રહ્યા છે. એમાં પણ ગુજરાતમાં તો માતેલા સાંઢની જેમ કોરોના વધી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ભારતવાસીઓ માટે કોરોના વેક્સિનને લઈ એક ખુબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી- AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુરુવારે એક નવી અને સારી માહિતી આપી છે.

ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે અપ્રૂવલ મળી શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઈનલ સ્ટેજની ટ્રાયલ્સમાં છે
ગુલેરિયાએ વિગવે વાત કરતાં કહ્યું કે-અમને આશા છે કે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોઈને ડ્રગ રેગ્લુલેટર પાસેથી ઈમર્જન્સી યુઝ માટેની એપ્રૂવલ મળી જશે. ત્યાર પછી વેક્સિનેશન શરૂ થઈ જશે.

વાસ્તવમાં ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-3ની ટ્રાયલ્સમાં છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવિશીલ્ડના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યાં છે.

આ સિવાય જો વાત કરવામાં આવે તો ભારતમાં બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈમર્જન્સી યુઝ માટેની અપ્રૂવલ લેવા માટે અરજી કરાશે. આગળ વાત કરતાં ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે જે ડેટા અત્યારસુધી સામે આવ્યા છે એના આધારે કહી શકાય તેમ છે કે વેક્સિન સેફ અને ઈફેક્ટિવ છે. વેક્સિનની સેફ્ટી અને એફિકેસી પર કોઈ સમજૂતી કરાશે નહીં. 70થી 80 હજાર વોલન્ટિયર્સે વેક્સિન લગાવી છે. અત્યારસુધીમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે આવી નથી.

એ જ રીતે જો આપણે ડેટા પરથી વાત કરીએ તો હવે શોર્ટ ટર્મ વેક્સિન સુરક્ષિત છે. ચીને 4 અને રશિયાએ પોતાની 2 વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરી થયા પહેલાં મંજૂરી આપી દીધી હતી. બાદમાં બ્રિટને 2 ડિસેમ્બરના રોજ અમેરિકાની કંપનીની ફાઈઝર અને એની જર્મન સહયોગી બાયોએનટેકે બનાવેલી mRNA વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે અપ્રૂવલ આપી દીધી છે. ત્યારે હવે ભારતના લોકોને પણ વેક્સિનની આશા છે કે ક્યારે મળે. ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે આવે છે અને કેટલો ભાવ રાખવામાં આવે છે.

જો ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 1540 નવા કેસો નોંધાયા છે. અને 13 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 1427 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 1512 કેસો નોંધાયા હતા અને 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2 લાખ 14 હજાર 309 પર પહોંચ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં 336 કેસ-9નાં મોત, સુરતમાં 246 કેસ-2નાં મોત, રાજકોટમાં 141-1 મોત અને વડોદરામાં 184 કેસ-1 મોત, જામનગરમાં 42 અને ગાંધીનગરમાં 72 કેસ, ભાવનગરમાં 20 અને જૂનાગઢમાં 23 કેસ,મહેસાણામાં 69, પાટણમાં 42, ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36, કચ્છમાં 30, મોરબીમાં 29 કેસ, અમરેલીમાં 27, દાહોદમાં 24, ભરૂચમાં 23 કેસ, પંચમહાલમાં 23 અને સાબરકાંઠામાં 22 કેસ, આણંદમાં 20, નર્મદામાં 17, મહિસાગરમાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 અને અરવલ્લીમાં 9 કેસ, ગીર સોમનાથમાં 9 અને નવસારીમાં 6 કેસ, વલસાડમાં 6, બોટાદ – દ્વારકામાં 4 – 4 કેસ, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત