કોરોનાની રસી લીધાની 17 મિનિટ પછી જ નર્સ થઈ ગઈ બેભાન, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

કોરોના મહામારીએ પોતાનું વરવું સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે અને વિશ્વના અનેક દેશોમાં કોરોના સામે રક્ષણ માટેની રસી આપવાનું કામ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં પણ કોરોનાની રસી આપવાની કાર્યવાહી આરંભ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમેરિકાની એક હોસ્પિટલ નર્સ મેનેજર કોરોનાની રસી લીધાની થોડીક વારમાં જ ચાલુ પ્રેસ કોનફરન્સ દરમિયાન બેભાન થઈ ગઈ હતી.

ટીફેરી ડોવર નામની આ નર્સ ફાઇઝર બાયોએનટેકની કોવિડ – 19 સામે લડવાની રસી લીધાની થોડીક મિનિટો બાદ જ સંતુલન ગુમાવીને પડી ગઈ હતી. ટીફેરી ડોવરનો આ ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

પ્રેસ કોનફરન્સ દરમિયાન જ કહ્યું કે અમે ઉત્સાહિત છીએ

image source

ટીફેની અમેરિકાના શહેર ટેનેસીમાં આવેલી સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલમાં પ્રેસ કોનફરન્સ સંબોધિત કરી રહી હતી. વેકસીન લીધાના થોડા સમય બાદ તેણે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આપવાનું શરૂ કર્યું. આ વીડિયોમાં ટીફેની કહી રહી છે કે આ વેકસીનને લઈને અમે ઘણા ઉત્સાહિત છીએ. ત્યારબાદ થોડાક સમયમાં જ ટીફેનીને ચક્કર આવવા શરૂ થઈ ગયા હતા.

image source

આ વીડિયોમાં થોડી વાર બાદ ટીફેની પોતાને અસહજ અનુભવ કરતી હોય તેવું દેખાય છે અને એમ કહેવા લાગે છે કે મને ચક્કર આવી રહ્યા છે. આટલું બોલતા જ ટીફેની પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. જો કે ડોકટર્સનું કહેવું છે કે ટીફેનીનું ચક્કર આવીને બેભાન થવું અને કોરોના વેકસીન લેવાને કોઈ સંબંધ નથી. ડોકટરના મંતવ્ય મુજબ ટીફેનીને જ્યારે અસહ્ય દબાણ આવી જાય છે ત્યારે તે બેભાન થઈ જાય છે.

image source

બ્લુયટીવીસી – 9 સાથેની વાતચીત દરમિયાન ટીફેનીએ કહ્યું કે તેને અચાનક જ અનુભવ થયો કે તે એ સ્થિતિમાં છે જ્યારે તેની હાલત ખરાબ થાય ત્યારે થવા લાગે છે. જો કે હાલ ટીફેની પોતાને એકદમ સ્વસ્થ અનુભવી રહી છે અને તેના હાથનો દુખાવો પણ મટી ગયો છે.

image source

સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના સંશોધન અનુસાર અનેક પ્રકારની વેકસીનના કારણે બેહોશ થવાની સમસ્યા થઈ શકે છે.

image source

સામાન્ય રીતે દુખાવો અને બેચેનીના કારણે બેહોશીની સમસ્યા સર્જાતી હોય છે. રિપોર્ટ મુજબ કોરોના વેકસીન લીધાની 17 મિનિટ બાદ ટીફેની બેભાન થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત