કોરોના વેક્સિનને લઈ રાજકોટમાં કરવામાં આવેલા સરવેએ બધાને ચોંકાવી દીધા, જોઈ લો કેટલા રસી લેવા તૈયાર છે

હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. જો કે સારી વાત એ છે કે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં શનિવારે 1204 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. ત્યારે હવે તો માહોલ એવો છે કે કોરોનાની રસી લોકોને આપવા માટે સરકારી તંત્ર સજ્જ થઇ રહ્યું છે.

image source

પરંતુ વાત કરીએ તો આ રસી કઇ કંપનીની હશે, કઈ રીતે ટીપાં કે પછી ઇન્જેક્શનરૂપે આપશે? આવી કોઈ પણ બાબતે હજુ સુધી કોઇ વિધિવત રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી, આમ છતાં વેક્સિન મતદાન બૂથેથી આપવાની તૈયારીઓ કરવામાં આવી છે એ પણ એક અલગ વાત છે. ત્યારે આ માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સરવે શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ સરકારી સરવે જાહેર થાય તે પહેલાં ન્યૂઝ પેપર ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટમાં જુદી જુદી ઉંમરના કુલ 523 લોકોને મળી વેક્સિન લેવાની બાબતે સવાલ કર્યા હતાં ત્યારે ચોંકાવનારા જવાબો સામે આવ્યા હતા.

image source

જો આ સરવે બાબતે વિગતે વાત કરીએ તો 523 લોકોમાંથી 56 ટકા લોકોએ અનેક શંકા-કુશંકા વ્યક્ત કરી વેક્સિન લેવાનો ઇનકાર કરી દીધો હતો, જ્યારે 44 ટકા લોકોએ વેક્સિન લેવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. વેક્સિન ક્યારે કેવા સ્વરૂપમાં અને કોને કોને અપાશે?, શરૂઆતમાં કોને આપવામાં આવશે?, વૃદ્ધો કે બીમાર લોકોને વેક્સિન અપાશે કે નહીં? સહિતના અનેક સવાલો લોકોને થઈ રહ્યા છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સરકારી તંત્ર દ્વારા વેક્સિનને લઇને લોકો સુધી કોઇપણ પ્રકારની સ્પષ્ટતા પહોંચાડવામાં આવી નથી. માટે જ ન્યૂઝ પેપર‘દિવ્ય ભાસ્કરે’ લોકો આ બાબતે શું વિચારી રહ્યા છે તે જાણવા માટે શહેરના અલગ અલગ વિસ્તારના અલગ અલગ વયજૂથના લોકો સાથે વાતચીત કરી તો 293 લોકો એટલે 56 ટકા લોકોએ વેક્સિન લેવાની ચોખ્કી રીતે ના જ કહી છે. તો વળી કેટલાકે કહ્યું કે અન્ય લોકો લેશે પછી તેને સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં તે જોઈને અમે તો નિર્ણય કરીશું.

image source

સરવેના એક જ માણસના જવાબ વિશે જો વધુ વાત કરીએ તો ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા દીપક ભટ્ટી અને તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, અમે વેક્સિન તો લેશું પરંતુ ત્યારબાદ સાઈડ ઈફેક્ટ થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે સહિતના મુદે્ અવઢવમાં છીએ. બીજીબાજુ સ્વસ્થ રહીએ તે માટે વેક્સિન લેવી પણ જરૂરી જ છે. કંઈક આવા જ જવાબો દરેક શહેરીજનોના મુખેથી સાંભળવા મળે છે. તો વળી બીજી તરફ ન્યૂઝ પેપર ભાસ્કરના એક્સપર્ટ પ્રો.મિહિર રાવલ, ફાર્મસી વિભાગના વડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના વડા પ્રોફેસર મિહિર રાવલ જણાવે છે કે, કોરોનાની વેક્સિન પેસિવ ઈમ્યુનોલોજી પર કામ કરે છે. મૃત અવસ્થામાં વાઇરસ દાખલ કરાશે જેથી તેને લઈને શરીરની ઈમ્યુન સિસ્ટમ એન્ટિબોડી બનાવશે અને આ દરમિયાન મૃત વાઇરસથી શરીરને નુકસાન પણ નહીં થાય.

image source

મિહિરનું આગળ કહેવું છે કે, લોકોને કોરોના થઈ ગયા બાદ પણ રસીની જરૂર પડી શકે છે. જે કોઇએ રસી લીધી હશે તો પણ માસ્ક તો પહેરવું જ પડશે કારણ કે, જો વાઇરલ લોડ વધુ હશે તો બીમારી આવી શકે છે. પરંતુ જો હાલમાં લોકોને કયા કયા સવાલો છે એના વિશે વાત કરીએ તો વેક્સિન ટીપાં સ્વરૂપે છે કે ઇન્જેક્શનરૂપે તેની જાણ નથી. સ્વસ્થ છીએ, કોરોના થયો નથી તો શા માટે વેક્સિન લેવું જોઇએ? અન્ય લોકો મૂકશે પછી તેની પાસેથી માહિતી મેળવ્યા બાદ વેક્સિન માટે વિચારીશું.

image source

શરીરમાં કોઇ તકલીફ જ નથી તો વેક્સિન શા માટે લેવી? સાઇડ ઇફેક્ટ થવાનો ભય લાગે છે, કારણ વગર શા માટે દવા શરીરમાં ઘૂસાડવી. કોરોનાનો ભય લાગે છે તેવો જ વેક્સિનને લઇને ભય લાગી રહ્યો છે, સરકારે વેક્સિનની માહિતી જાહેર કરવી જોઇએ. મતદાન બૂથ પર વેક્સિન વિતરણ શંકાસ્પદ લાગે છે, હોસ્પિટલમાંથી અપાશે તો વિચારીશું. વેક્સિન લેતા પહેલા ડોક્ટર પાસે લેખિત ખાતરી મેળવીશું અને સાઇડ ઇફેક્ટ નહીં થાય તેવી ખાતરી આપશે તો જ વેક્સિન લઇશું. આવા અનેક સવાલોથી આજનો શહેરીજન ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને અવઢવમાં રહેલો છે.

image source

ગઈ કાલે જ કોરોનાની વેક્સીનને લઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં કર્મચારીઓની નિયુક્તિને લઈ યોજાયેલા કાર્યક્રમમાં DyCM નીતિન પટેલે જણાવ્યું કે, વેક્સીનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ત્યાં જ અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. જોકે રાહતની વાત એ છે કે, ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટતી જાય છે. કોવિડ હોસ્પિટલમાં 50% પથારી ખાલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત