Site icon News Gujarat

કોરોના વેક્સિન શોધનાર આ દંપત્તિ છે 15000 કરોડની કંપનીના માલિક છતા પણ સાયકલ પર જાય છે લેબ

સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારીથી પરેશાન છે. લોકો વેક્સિન ઝડપથી શોધાઈ તેની રાહ જોઈ રહ્યા છે. આજે અમે તમને એક એવા કપલ વિશે જણાવીશું કે જેઓ કોરોના રસી શોધવાની એકદમ નજીક છે. તો ચાલો જાણીએ તેમના જીવન વીશે.

image source

તુર્કી મૂળના ડૉ. યુગર સહિન અને તેમનાં પત્ની કેજલેમ તુરેકી મેડિકલ રિસર્ચર છે અને કોરોના વેક્સિન બનાવવાની અણીએ પહોંચી ગયાં છે. 55 વર્ષીય ડૉ. યુગર અને 53 વર્ષીય ડૉ. કેજલેમ જર્મનીમાં સ્થિત બાયોએનટેક કંપનીના સંસ્થાપક છે. તેમણે ફાઈઝર કંપની સાથે મળીને વેક્સિન બનાવવાની રેસમાં સૌથી આગળ હોવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 15000 કરોડ રૂપિયાની કંપનીના માલિક ડૉ. યુગર આજે પણ સાઈકલ લઈને કંપની પર જાય છે. તેમની સાદાઈ લોકોને પ્રેરણા આપે છે. આટલી મોટી કંપનીના માલિક હોવા છતા તેમની રહેણી કરણીમાં કોઈ ભભકો જોવા મળતો નથી.

અડધું જીવન લેબમાં વીતી ગયું

image source

આ અંગે તેઓ કહે છે કે અડધું જીવન લેબમાં વીતી ગયું છે અને આગળ પણ રિસર્ચનું કામ છોડવાના નથી. પત્ની કેજલેમ સાથે મળીને ડૉ. યુગરે 2008માં બાયોએનટેક કંપની સ્થાપી હતી. તેઓ સીઇઓ છે અને પત્ની સીએમઓ. તેઓ જર્મનીના 100 ધનિકોમાં સામેલ છે. તેમના દ્વારા બનાવેલી વેક્સિન 90% સફળ રહી છે. દંપતીએ કેન્સર વિરુદ્ધ પ્રતિરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવા તેમનું જીવન સમર્પિત કરી દીધું. ડૉ. યુગર જણાવે છે કે વેક્સિન બનાવતી વખતે અમારી ટીમ 24 કલાક સતત મહેનત કરતી રહી. અનેક અઠવાડિયાં સુધી અમે ટીમ સાથે લેબમાં જ રહ્યા. અમે 2008થી કેન્સરની ઈમ્યુનોથેરપીની એક વિશાળ શ્રેણી પર કામ કરવાનું શરૂ કર્યું. તેમાં અમને સફળતા પણ મળી. તેમાં એમઆરએનએ સામેલ છે જે એક બહુમુખી સંદેશાવાહક પદાર્થ છે.

મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી 407 કરોડ રૂપિયા મળ્યા

image source

તેઓ આગળ વાત કરતા કહે છે કે, આ કોશિકાઓમાં આનુવંશિક નિર્દેશ મોકલે છે. કેન્સરની સારવારમાં મળેલી આ સફળતાએ એ માર્ગ બતાવ્યો કે અમે કોરોના વેક્સિન પણ બનાવી શકીએ છીએ. અમે પ્રયાસ શરૂ કર્યા. તેમણે ટીમને જણાવ્યું હતું કે મૃત્યુ વધી રહ્યાં છે એટલા માટે રાત-દિવસ કામે લાગવું પડશે. અમે એન્ટી-કેન્સર એમઆરએનએ દવાઓથી તેના ગુણસૂત્ર કાઢી વાઈરલ વેક્સિન પર કામ કરવા લાગ્યા. અનેક દેશોમાં 44 હજાર લોકો પર અમારી બનાવેલી વેક્સિનની ટ્રાયલ સફળ રહી, ત્યારે અમે રાહતના શ્વાસ લીધા. અમને રિસર્ચ માટે મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી 407 કરોડ રૂપિયા મળ્યા.

લગ્ન બાદ લાગી ગયા લેબમાં કામે

image source

ફાઈઝર અને બાયોએનટેક કંપનીએ સોમવારે કહ્યું હતું કે વેક્સિન ટ્રાયલનાં પરિણામો બાદ આ મહિનાના અંતે આ વેક્સિનને અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં ઉપયોગમાં લેવા માટે સત્તાવાર પત્ર મળવાની આશા છે. ડૉ. યુગરનાં પત્ની કેજલેમે કહ્યું હતું કે 2002માં અમે લગ્ન કરવાના અમુક કલાક બાદ જ લેબમાં રિસર્ચમાં લાગી ગયાં હતાં.

image source

સહિને કોલોને હેમ્બર્ગની હોસ્પિટલોમાં ઘણાં વર્ષ કામ કર્યું છે. અહીં મારી તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. ત્યારે અમે કેન્સર સામે લડવા રિસર્ચમાં લાગેલાં છીએ. અમે રિસર્ચ ચાલુ રાખીશું. આશા રાખીએ કોરોના મહામારી સામે લડવામાં આ દંપત્તિએ વિકસાવેલી રસી ઝડપથી લોકો સુધી પહોંચે અને લોકોના જીવ બચાવે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version