Site icon News Gujarat

આ શહેરમાં બનાવવામાં આવ્યું કોરોના વાલે મહાદેવનું મંદીર, અને પછી કેવો થયો ચમત્કાર વાંચો તમે પણ

‘જય હો કોરોના વાલે મહાદેવ કી’ શહેરમાં એક પણ કેસ નથી પોઝિટિવ – બનાવવામાં આવ્યું કોરોના વાલે મહાદેવનું મંદીર

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરની મહામારી યથાવત છે ભારતમાં ધીમે ધીમે કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

image source

સમગ્ર દેશમાં સંક્રમિતોની સંખ્યા 2.37 લાખ થઈ ગઈ છે અને મૃત્યુ 6642 સુધી પહોંચી ગયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સંક્રમીતોની સંખ્યા 19094 છે જ્યારે મૃત્યુ 1190 છે. એક ગંભીર વાત ગુજરાત માટે એ છે કે અમદાવાદનો મૃત્યુઆંક આખાએ દેશમાં સૌથી વધારે છે. બીજી બાજુ ધંધારોજગાર પણ સરકાર માટે લાંબા સમય સુધી બંધ રાખવા યોગ્ય નથી. માટે લોકડાઉનને હળવું કરવામાં આવી રહ્યું છે કારણ કે આ બે મહિના દરમિયાન દેશને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.

image source

હજુ સુધી કોરોના વાયરસને દૂર કરી શકે તેવી નથી તો કોઈ વેક્સિન શોધાઈ કે નથી તો કોઈ દવા શોધાઈ. પણ આ દરમિયાન લોકોનો ઇશ્વર પ્રત્યેનો વિશ્વાસ ઓર વધારે મજબૂત બન્યો છે. અને કેટલીક જગ્યાએ તો ઇશ્વર પરની શ્રદ્ધામાં ઓર વધારો જોવા મળ્યો છે. આજે અમે તમને મધ્યપ્રદેશના એક એવા મંદીરની વાત કરીશું જે ત્યાંના લોકોમાં ભારે પ્રખ્યાત બન્યું છે. મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં કોરોનાની મહામારીથી બચવા માટે મહાદેવનું એક મંદીર બનાવવામાં આવ્યુ છે. અને આ મંદીરને લોકો કોરોના મહાદેવ તરીકે ઓળખે છે.

મધ્ય પ્રદેશના બૈતૂલ જિલાથી 35 કિમી દૂર આવેલા ચિચૌલી ગામની આ વાત છે. અહીંના એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે લોકડાઉનમાં પોલીસ સ્ટેશનના જ પ્રાંગણમાં વર્ષોથી જરજરીત થઈ ગયેલા મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ત્યાર બાદ અહીં મહાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને મંદીરને નામ આપ્યું કોરોનાવાળા મહાદેવ

image source

લોકડાઉનમાં થયો મંદિરનો જીર્ણોદ્ધાર

જે પોલીસ અધિકારીએ આ મંદીરનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો છે તેમનું નામ આર.ડી શર્મા છે. તેઓ 31મેના રોજ રિટાયર્ડ થવાના હતા, પણ તેઓ ઇચ્છતા હતા કે તેઓ રિટાયર્ડ થાય તે પહેલાં મંદીરનું પુનઃનિર્માણ કરે. તેમના રિટાયરમેન્ટનો સમય નજીક આવી રહ્યો હતો માટે તેમણે તે પહેલાં જ મંદીર બનાવવું હતું. તેઓ જણાવે છે કે તેમણે મંદીરના નિર્માણમાં સેશિયલ ડિસ્ટન્સિંગનું પુરતું ધ્યાન આપ્યું છે. અને મંદીર બની ગયા બાદ બે પંડિતો સાથે મળીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન મહાદેવની સ્થાપના કરાવી છે. તમને જણાવી દઈએ કે બૈતૂલ જિલ્લામાં કોરોના કેસ આવી ગયા છે પણ હજુ ચિચેલી ગામ તેમાંથી બાકાત છે.

મંદિર બનાવવા પાછળની વાર્તા

image source

મળેલી માહિતિ પ્રમાણે ચિચૌલી પોલિસ સ્ટેશનના પ્રાંગણમાં પહેલેથી જ મહાદેવું એક જૂનું મંદીર આવેલું હતું અને ત્યાં પિપળાનું વિશાળ ઝાડ પણ આવેલું હતું. 2018માં કેઈક કારણસર પીપળાની એક મોટી ડાળી ટૂટી ગઈ અને તેનાથી મંદીરમાંની મૂર્તિ ખંડીત થઈ ગઈ. અને તે જ દિવસે આ પોલિસ્ટેશનના થાનેદારે તે મંદીરને ફરીથી બનાવવાનો નિર્ણય લઈ લીધો. છેવટે તેમનો નિવૃત્તિનો સમય નજીક આવ્યો એટલે તેમણે મંદીરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરી દીધું. આ મંદીરમાં આરસપહાણની ભગવાન શંકરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને આ મંદીરને કોરોના મહાદેવનું નામ આપવામાં આવ્યું. મધ્ય પ્રદેશનું આ ચીચૌલી ગામ આદિવાસીઓની બહુમતી ધરાવતું ગામ છે. અહીંના લોકો મહાદેવમાં માનનારા છે અને તેઓનું એવું માનવું છે કે કેરોનાથી તેમને મહાદેવે જ બચાવી રાખ્યા છે અને ભવિષ્યમાં પણ તેમની રક્ષા થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version