કોરોના વાયરસને ખતમ કરી દેશે આ ખાસ પ્રકારે તૈયાર કરાયેલું માસ્ક, જાણો તમે પણ

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે માથું ઉચક્યા બાદ અને હાહાકાર મચાવ્યા બાદ જાણે કે હવે રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના 352 નવા કેસ આવ્યા છે. તો આ સાથે જ સારા સમાચાર એ પણ છે કે એક દિવસમાં ગુજરાતમાં કોરોનાથી 1 હજાર 6 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી ફક્ત 4 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 8 હજાર 884 રહ્યા છે તો સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8 લાખ 21 હજાર 78 પહોંચ્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 8 લાખ 2 હજાર 187 થઈ છે. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 7 થયો છે.

image source

દેશ અને રાજ્યમાં કોરોનાને માત આપવા માટે જ્યારે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સાથે સેનેટાઈઝરનો ઉપયોગ જેવા નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે જ અનેક નવા પ્રકારના માસ્ક પણ બનાવવામાં આવી રહ્યા છે જેનાથી કોરોનાને શ્વાસની મદદથી શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય. કોરોનાની બીજી લહેર સૌથી ખતરનાક રહ્યા બાદ પણ વેરિઅન્ટ સામે આવ્યા છે જેના કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ઓક્સીજનની ખામીના કારણે લાખો લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ સાથે કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક રહી ત્યારે એક સારા સમાચાર આવી રહ્યા છે.

image source

પુણેની એક કંપનીએ એક ખાસ રીતે માસ્ક બનાવ્યું છે. આ થ્રીડી પ્રિન્ટિંગ અને દવાઓની મદદથી તૈયાર કરાયું છે. માસ્કની ખાસિયત એ છે કે તે પોતાના સંપર્કમાં આવનારા વિષાણુઓને ખતમ કરી દે છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગે જાણકારી આપી છે કે થિંક્ર ટેક્નોલોડી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની તરફથી વિકસિત આ માસ્ક પર વિષાણુ રોધક એજન્ટનો એક લેપ હોય છે.

image source

ડીએસટીએ જાણકારી આપી છે કે પરીક્ષણ કરીને બતાવાયું છે કે આ લેપ સાર્સ કોવ2 વાયરસને નિષ્ક્રિય કરે છે. વિભાગનું કહેવું છે કે આ લેપમાં સોડિયમ ઓલેફિન સ્ફાોનેટ આધારિત મિશ્રણનો ઉપયોગ કરાયો છે. આ સાબુ સંબંધી એજન્ટ છે. વિભાગનું કહેવું છે કે જ્યારે વાયરસ આ લેપના સંપર્કમાં આવે છે ત્યારે તેની બહારની ઝિલ્લી નષ્ટ થાય છે.

image source

વિભાગનું કહેવું છે કે આ લેપની સામગ્રી સામાન્ય તાપમાને સ્થિર હોય છે અને તેના સૌંદર્ય પ્રસાધનમાં ખાસ કરીને ઉપયોગ કરાય છે. થિંક્ર ટેક્નોલોડી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપકનું કહેવું છે કે અમે અનુભવ્યું છે કે માસ્ક સંક્રમણને રોકવામાં સાર્વભોમિક રીતે મોટું હથિયાર બનશે. પણ આ સમયે મળી રહેલા સામાન્ય લોકોમાં પહોંચવામાં તેને સમય લાગી શકે છે. હાલમાં મળતા માસ્કની ગુણવત્તા આ નવા માસ્ક કરતા ઘણી ઉતરતી છે. તેઓએ કહ્યું કે એવામાં ગુણવત્તા વાળા માસ્કને બનાવવાની જરૂર રહે છે. આ યોજના પર કામ કરવા માટે અમે માસ્ક બનાવ્યા છે અને સંક્રમણને ફેલાવતું અટકાવવાની પહેલ પણ કરી છે.

image source

તો તમે પણ આ માસ્કની મદદ લો અને તમારી હેલ્થને સુરક્ષિત રાખો, કોરોના મહામારીની બીજી લહેર રાહતનો શ્વાસ લઈ રહી છે ત્યારે તમે વધારે સચેત રહો તે જરૂરી છે.