બહેરામપુરાની ચતુર રાઠોડ ચાલીમાં રહેતા 78 લોકોમાંથી 56 કોરોનાગ્રસ્ત, આ રીતે ફેલાયો ચેપ

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા 1 સપ્તાહની અંદર અહીં કોરોનાના દર્દીની સંખ્યા 1000થી વધી ચુકી છે.

તેવામાં મ્યુનિસિપલ કમિશ્નરએ જણાવ્યું છે કે જે રીતે અલગ અલગ વિસ્તારોને ક્લસ્ટર કરી ચેકીંગ શરુ કરી દેવામાં આવ્યું તેના કારણે અહીં 2 લાખ લોકો સંક્રમિત થતા બચી ગયા છે. પરંતુ આ 1000નો આંકડો પણ રાજ્ય માટે ચિંતાનો વિષય છે.

image source

અમદાવાદમાં કોરોનાના કેસ જે વિસ્તાર સૌથી વધુ નોંધાઈ રહ્યા છે તેમાંથી એક એટલે બહેરામપુરા. અહીં ઘરે ઘરે કોરોનાના ખાટલા છે તેમ કહીએ તો ખોટું નહીં ગણાય. આ અંગે જાણવા મળે છે કે સૌથી પહેલા આ ચાલીમાં રહેતા અને એસવીપીમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવતા યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનની બહેન પણ એસવીપીમાં નોકરી કરે છે. યુવાનનો રીપોર્ટ આવ્યા બાદ તેના પરીવારના સભ્યો અને અન્ય ચાલીવાળાના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 12ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ લોકોમાં શરદી, તાવ, ઉધરસ એવા કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.

બહેરામપુરાની દુધવાળી ચાલીમાં આવેલી ચતુર રાઠોડ ચાલીમાં 21 ઘર છે અને 78 લોકો અહીં રહે છે. આ વિસ્તાર સાંકળી ગલીકુચીવાળો છે. અહીં રહેતા કુલ લોકોમાંથી હવે 56 લોકો પોઝીટીવ આવ્યા છે. શરુઆતમાં 1 પછી 12 ત્યારબાદ 44 અને હવે અહીં કોરોનાના દર્દીની સંખ્યા 56 થઈ છે.

આ ગલીઓમાં રહેતા 56 લોકો પોઝીટીવ આવ્યા બાદ તંત્રએ આસપાસ રહેતા લોકોને પણ કોરોન્ટાઈન કર્યા છે અને શંકાસ્પદ જણાયા તેવા 28 લોકોના સેમ્પલ લીધા છે. આ જ રીતે નજીક આવેલી રમઝાન પાર્ક અને શક્તિ સોસાયટીમાં પણ 15 દર્દી નોંધાયઈ ચુક્યા છે. આ સિવાય 700 ઘર ધરાવતી જેઠાલાલની ચાલીમાં પણ સંક્રમણ થયું છે. અહીં 8 દર્દી નોંધાયા છે અને સંબંધિત લોકોને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.