કોરોનાની લડાઈમાં મોટી સફળતા, અહીં 2 વર્ષના બાળકને પણ રસી આપવાની થઈ શરૂઆત

જીવલેણ કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી ભારત સહિત દરેક દેશ માટે માથાનો દુખાવો બની ગયો છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે ભારત સહિત વિશ્વભરના દેશોમાં રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જો કે હાલ પણ બાળકો માટે રસીની રાહ જોવાઈ રહી છે. કારણ કે બાળકો પર હવે વધારે જોખમ હોવાનું નિષ્ણાંતો ચેતવી ચુક્યા છે.

image soucre

આ દરમિયાન ક્યુબાએ મોટી સફળતા મેળવી છે. હાલ જ્યારે ઘણા દેશોમાં બાળકો માટેની કોરોનાની રસી પર સંશોધન અને ટ્રાયલ ચાલી રહ્યા છે, ત્યારે ક્યુબાએ 2 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું છે. આ રીતે ક્યુબા વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે જ્યાં બે વર્ષના બાળકોએ રસી લેવાનું શરૂ કર્યું છે.

image source

જો કે આ અંગે જાણવા મળ્યું છે કે ક્યુબામાં બાળકોને આપવામાં આવતી કોરોના રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ આ રસી દેશમાં જ તૈયાર કરવામાં આવી છે તેથી તેને બાળકોને આપવામાં આવી રહી છે. આશરે 1.12 કરોડની વસ્તી ધરાવતા આ કેરેબિયન દેશમાં સરકાર શાળા ખોલતા પહેલા તમામ બાળકોને રસી આપવા માંગે છે. ક્યુબામાં બાળકોને અપાય તેવી બે રસીઓને મંજૂરી આપી છે. આ બંને રસીના નામ અનુક્રમે અબ્દાલા અને સોબેરાના છે. ક્યુબાએ શુક્રવારથી જ બાળકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરી દીધો છે.

image source

આ અંગે ક્યુબાના આરોગ્ય અધિકારીઓએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બે થી 18 વર્ષની વયના બાળકોને કોરોના વાયરસની રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે. આ પહેલા અહીં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી હતી. પરંતુ સોમવારથી અહીં 2 થી 11 વર્ષના બાળકોને પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્યુબામાં 700 શાળાઓને રસીકરણ કેન્દ્ર તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ નિર્ણય લેવા પાછળ એ કારણને પણ જવાબદાર ગણવામાં આવે છે કે અહીં શિક્ષકોએ બાળકોને કોરોનાની રસી ન અપાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો ઇન્કાર કર્યો હતો.

image source

ક્યુબાના આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, માર્ચ 2020 માં સંક્રમણ ફેલાવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખ થી વધુ બાળકો સંક્રમિત થયા છે. હવે બાળકો રસી આપી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. અહીં બાળકોને રસીના ડોઝ બે અઠવાડિયાના અંતરાલે આપવામાં આવશે.