એક દિવસમાં નોંધાયા 40,993 નવા કેસ, મોતનો આંકડો જાણી ઉડી જશે હોશ

દિવાળી સમયે કોરોનાના કેસ ઓછા છે તે વાતથી લોકો ઉત્સાહમાં છે. દિવાળી પૂર્વ લોકો તૈયારી કરવા અને ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે ત્યારે એ વાતને ભુલવી જોઈએ નહીં કે કોરોનાના કેસ ઘટ્યા છે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. કોરોનાના કેસ ઓછા થતાં જો તમે પણ બજારોમાં ઉમટેલી ભીડનો એક ભાગ બની રહ્યા છો તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી થઈ જાય છે.

image soucre

કોરોનાએ દુનિયાભરના દેશોમાં તબાહી મચાવી દીધી છે અને હજુ પણ એવા દેશો છે જ્યાં કોરોના બ્રેક ફેલ છે અને અહીં એક દિવસમાં એટલા કેસ નોંધાય છે અને એટલા મૃત્યુ થાય છે તેને જોઈ ભલભલાને ચિંતા થઈ જાય. કોરોનાને લઈને ભારતમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે આવી સ્થિતિ ભારતમાં પણ થઈ શકે છે. જો દિવાળીના તહેવારમાં લોકો ભુલ કરી બેસે તો.

image soucre

આ વાત થઈ રહી છે રશિયાની. રશિયામાં છેલ્લા ઘણા સમયથી કોરોના સતત પ્રસરી રહ્યો છે. રાષ્ટ્રીય કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે જણાવ્યાનુસાર અહીં રવિવારે 40,000થી વધુ કેસ નોંધાયા હતા. જે શનિવાર કરતાં પણ વધારે છે. આટલા પ્રમાણમાં નોંધાયેલા કેસ ઓક્ટોબર મહિનાના રેકોર્ડ બ્રેક છે. અહીં રવિવારે એક જ દિવસમાં કોરોનાના કારણે 1100થી વધુ લોકોના મોત થયા હતા. જો કે મૃત્યુની સંખ્યા શુક્રવાર કરતાં ઘટી હતી. આ નવા કેસ સાથે રશિયામાં કોરોનાના પહેલા કેસથી લઈ અત્યાર સુધીનો મૃત્યુઆંક 2,38,538 થયો છે. આ આંકડો યૂરોપના દેશોમાં સૌથી વધારે છે.

image socure

રશિયામાં સતત વધી રહેલા કોરોના કેસ અને મૃત્યુના આંકડા વિશે સરકારનું કહેવું છે કે વેકસીનેશનની ધીમી ગતિના કારણે આમ થઈ રહ્યું છે. આ સાથે જ સરકારે લોકોને ભીડવાળી જગ્યાઓએ અને દરિયા કિનારે ફરવા જવા પર પણ સાવધાન રહેવા કહ્યું છે. આ સ્થિતિમાં લોકોએ આવી જગ્યાઓએ ન જવા સુચવા આપી છે.

image soucre

જો કે હાલ ભારતની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસ મામલે રાહત અનુભવી શકાય છે. અહીં 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 12થી 14 હજાર જેટલી રહે છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. પરંતુ તેની સાથે દિવાળીના પર્વ પર બજારોમાં જોવા મળતી ભીડ ચિંતાજનક છે.