ધડાધડ વધતા કોરોનાના કેસ અને વેક્સીનેશનને લઇને PM મોદી વિચારી રહ્યા છે કંઇક આવું, સુત્રનું કહેવું છે કે…

કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસ અને વેક્સિનેશન અભિયાનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ એ ઉચ્ચ સ્તરીય મીટીંગ કરી રહ્યા છે. સુત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે.

image socure

કોરોના વાયરસ સંક્રમણના અનિયંત્રિત રીતે વધતા જતા કેસ અને વેક્સિનેશન અભિયાનને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ એક ઉચ્ચ સ્તરીય મીટીંગ કરી રહ્યા છે. સુત્રો તરફથી પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ મીટીંગમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ ઉચ્ચ સ્તરીય મીટીંગમાં કેબિનેટ સેક્રેટરી, પ્રધાનમંત્રીના પ્રિન્સીપાલ સેક્રેટરી, સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગના ડૉ. વી. કે. pol સામેલ થયા છે.

image socure

આપને જણાવી દઈએ કે, અંદાજીત છેલ્લા બે અઠવાડિયાથી કોરોના વાયરસ સંક્રમણના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. તા. ૪ એપ્રિલ, ૨૦૨૧ રવિવારના રોજ કેન્દ્રીય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૩,૨૪૯ નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા માટે સતત કોરોના વાયરસ વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવાની વાત પણ કરી રહ્યા છે અને કોરોના વાયરસ વેક્સિનેશનને લઈને આવશ્યક દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

image socure

આપની જાણકારી માટે આપને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધી કુલ ૭.૫ કરોડ કરતા વધારે વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે, જેમાંથી ૬.૫ કરોડ નાગરિકોને કોરોના વાયરસ વેક્સિનેશનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે જયારે ફક્ત ૧ કરોડ નાગરિકોને જ કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. એક્સપર્ટસનું માનીએ તો કોરોના વાયરસ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા પછી જ શરીર કોરોના વાયરસ સંક્રમણ સામે લડવા માટે તૈયાર માનવામાં આવે છે.

image socure

દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં ખુબ જ ઝડપથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં કોરોના વાયરસ સંક્રમણના કુલ નવા કેસ માંથી આ ૮ રાજ્યોમાં જ ૮૧.૪૨% કેસ સામે આવ્યા છે. દેશના આ આઠ રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ફેલાઈ ગયું છે તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્લી, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *