Site icon News Gujarat

કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતીઓ માટે ખુશખબર, આ મામલે નોંધાવ્યો મોટો રેકોર્ડ, જે જાણીને તમને પણ થશે ગર્વ

દેશમાં કોરોના સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. તો સામે કોરોના વેકસીનેશનનું કામ પણ સમગ્ર દેશમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૪,૨૯,૫૫૬ વ્યક્તિને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ૬,૨૯,૭૦૭ વ્યક્તિઓને બીજા ડોઝ આપવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. આમ, રાજ્યમાંકુલ ૫૦,૫૮,૬૨૬ રસીકરણના ડોઝ અપાયા છે.

image soucre

તમને જણાવી દઈએ કે ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ પછી ગુજરાત એવું ચોથું રાજ્ય છે જ્યાં ૫૦ લાખથી વધુ રસીકરણના ડોઝ અપાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં તો કોરોનાના રોજના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ તો રાજ્યમાં વધી જ રહ્યા છે પણ સામે વેકસીનેશનની કામગીરી પણ એટલી જ ઝડપે ચાલી રહી છે.

image soucre

શનિવારે ગુજરાતમાં વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જેમાં સિનીયર સિટીઝન તેમજ ૪૫થી વધુ ઉંમરના અને ગંભીર બિમારી ધરાવતા ૨,૯૮,૯૭૩ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણના ડોઝનો આંકડો હવે ૫૦ લાખને પાર થયો હતો.

તમને જણાવી દઈએ કે 26 માર્ચના રોજ ભારત સરકાર તરફથી ગુજરાત રાજ્યને ભ કોવિશિલ્ડ રસીના ૧૮ લાખ ડોઝનો જથ્થો મળ્યો છે. આ જથ્થા સહિત અત્યાર સુધી ભારત સરકાર દ્વારા રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો છે.

image soucre

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં ૧૦,૦૩,૦૫૦ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સિરમ ઇન્સ્ટિટયુટ પૂના દ્વારા ગુજરાતને આપવામાં આવ્યો છે. જે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે મોકલવામાં આવશે.

image soucre

આગામી ૧ એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરના બધા જ લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થશે ત્યારે બધા લોકોને આ રસી લેવા અપીલ છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોએ રેકોર્ડ બ્રેક કરી દીધી છે.
શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

image source

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. પણ રાજ્યમાં એક્ટિવ કેસ નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકોની હાલત સ્થિર છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.86 ટકા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version