Site icon News Gujarat

કાળમુખો કોરોના, માતા-પુત્રને કોરોના આવ્યો, 4 દિવસમાં જવાન દીકરાનું મોત થતાં પરિવારનો માળો વિખેરાઈ ગયો

હાલમાં કોરોના ઘાતક બની રહ્યો છે અને માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે. ચૂંટણી પછી ગુજરાતમાં કોરોનાએ એવી ગતિ પકડી કે લગભગ 2000 આસપાસ કેવો આવવા લાગ્યા છે. હવે ધીમો પડેલો કોરોના રાજ્યમાં ફરી એકવાર હજારો લોકોના ભોગ લીધા છે. કોરોનાની બીજી લહેર ફરી શરૂ થઈ છે જે હવે ધીરે ધીરે ઘાતક બનવા તરફ જઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા માતા અને પુત્રનો એક એવો કિસ્સો સામે આવ્યો કે જે જોઈને દરેક લોકો હચમચી ગયા છે અને ડરી ગયા છે. કારણ કે આ માતા પુત્રને એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેમાં 30 વર્ષિય યુવકનું મોત નિપજતાં હસતાં રમતાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

image soucre

જો આ પરિવાર વિશે વાત કરીએ તો મોત થવાના કારણે તેની ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી છે અને પત્ની તેમજ માતા પણ હેવ દીકરા વગરના નિરાધાર થઈ ગયા છે. ઘરમાં કમાવવા વાળો એકમાત્ર વ્યક્તિનો જીવ જતાં પરિવાર ખુબ જ આઘાતમાં સરી પડ્યો છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. મણિનગર વિસ્તારમાં રિશીત ભાવસાર નામનો 30 વર્ષનો યુવક માતા, પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે રહેતો હતો. રિશીત ભાવસારના કૌટુંબિક ભાઈ દર્શીલ ભાવસારે આ વિશે વિગતે વાત કરતાં કહ્યું હતું કે ગત શનિવારે રિશીતને તાવ અને શરદી થતાં તેને ઇસનપુર ખાતે ડોમમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો.

image socure

કોરોના પોઝિટીવ બાદની સફર વિશે વાત કરીએ તો તેને પોઝિટિવ આવ્યા બાદ ઘરે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયાં હતાં. હોમ ક્વોરન્ટાઇન થયાં બાદ બીજા દિવસે તેઓને હાલત વધારે બગડતાં સારવાર માટે 108માં SVP હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. SVP હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા દિવસે તેમની તબિયત એના કરતાં પણ વધારે ખરાબ થવા લાગી જેના કારણે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદની જો વાત કરીએ તો વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. રાતે તેઓના પરિવારને ફોન કરી જાણ કરી હતી કે તેઓની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે તમે સવારે આવીને મળજો. પણ અફસોસ કે બુધવારે તેઓનું મોત નીપજ્યું હતું.

image socure

આગળ વાત કરતાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રિશીતને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે સુગર વધારે થઈ ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ તેઓની તબિયત લથડી હતી. તેઓને એક ઇન્જેક્શન પણ આપ્યું હતું. બીજી એક વાત કે રિશીતની સાથે તેમના 60 વર્ષના માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ પણ હોમ ક્વોરન્ટાઇન હતા.ત્રણ વર્ષની દીકરી, પત્ની અને 60 વર્ષની માતા આજે એક મોભી કહી શકાય તેને ખોઈ બેસતાં હવે દીકરીની જવાબદારી તેની પત્ની પર આવી પડી છે. ત્યારે હવે તેમનો પરિવાર પણ લોકોને અપીલ કરી રહ્યો છે કે કોરોનાથી બચીને રહેજો. નહીંતર પરિવારનો માળો વિખેરાઈ જતાં વાર નહીં લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version