કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકાર ગરીબોને ફ્રીમાં આપશે અનાજનો લાભ, અંદાજે 80 કરોડ લોકોને મળશે લાભ

કેન્દ્ર સરકારે મહામારીના સંકટમાં લોકોને રાહત આપવા માટે આવનારા 2 મહિના એટલે કે મે અને જૂન મહિના માટે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.

image source

કોરોના મહામારીના સંકટને જોતા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આધારે આવનારા 2 મહિના માટે પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. ગરીબોને માટે આ અનાજ મે અને જૂન મહિનામાં અપાશે. કેન્દ્ર સરકારની આ સ્કીમથી લગભગ 80 કરોડ લોકોને મદદ મળશે.

image source

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ લોકડાઉનના સમયે પ્રધઆનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આધારે લોકોનો અનાજ વહેંચવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આજે કહ્યું કે આ મહત્વનું છે કે ગરીબોને પોષણયુક્ત અનાજ મળે અને સાથે દેશ કોરોના વાયરસની મુશ્કેલી સામે લડી રહ્યો છે ત્યારે આ મહત્વનું છે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે આ યોજના પર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

કોરોનાની બીજી લહેર સામેની લડાઈ

પીએમ મોદીએ રાજ્યોને સહયોગનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે આપણ એક રાષ્ટ્રના રૂપમાં કામ કરીશું. સંસાધનનો કોઈ અભાવ રહેશે નહીં. સૌથી વધારે પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને કહ્યું છે કે મહામારીની હાલની સ્થિતિ પર સમીક્ષા કર્યા બાદ પહેલી લહેરના સમયે સંયુક્ત પ્રયાસ અને સંયુક્ત રણનીતિથી સફળતા મેળવી અને તે સિદ્ધાંત પર ફરી કામ કરવાનું છે.

image source

બેઠક બાદ પીએમઓની તરફથી માહિતિ મળી છે કે પીએમ મોદીએ કહ્યું છે કે વાયરસ આ વખતે અનેક રાજ્યોની સાથે જ ટીયર-2 અને ટીયર-3 શહેરોને પ્રભાવિત કરશે. તેઓએ મહામારીની લડાઈની સાથે મળીને કામ કરવા કહ્યું છે અને સાથે રાજ્યોને પૂરો સહયોગ આપવાની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યો સાથે સંપર્કમાં છે અને સમાયંતરે તેમને સલાહ પણ આપી રહ્યું છે.

દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ

image source

દેશમાં સતત ત્રીજા દિવસે પણ 3 લાખને પાર નવા કેસ આવ્યા છે અને સાથે જ 24 કલાકમાં 2263 લોકોના મોત થયા છે. દેશના કુલ કેસના 75 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ અને છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત તથા રાજસ્થાનમાં છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે સંક્રમણ

મહારાષ્ટ્રમાં સંક્રમણ સૌથી વધારે છે. અહીં રોજના 67013 ની આસપાસ કેસ નોંધાય છે. આ પછી યૂપી અને પછી અન્ય રાજ્યોનો સમાવેશ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *