કોરોનામાં વધારે પડતા ઉકાળા પીનારાને વધ્યું જોખમઃ મોં અને પેટમાં અલ્સર સહિત આવી તકલીફો વધી

કોરોના મહામારીએ દુનિયામાં અને દેશમાં જે વિનાશ સર્જ્યો હતો તેને જોઈ દરેક વ્યક્તિ તેનાથી બચવા ઈચ્છે છે. જે લોકો કંઈ ન થાય તેવું માનતા હતા તે પણ બીજી લહેર જોયા બાદ માસ્ક પહેરતા થયા છે. આ સિવાય કેટલાક લોકો તો શરુઆતથી જ કોરોના દૂર રહે તે માટે ઘરે પણ ખૂબ સાવધાની રાખતા હતા. ઘરે જે વાતોનું ધ્યાન રાખવામાં આવતું તેમાં સૌથી વધુ લોકો એક જ ઉપાય અજમાવતા. આ ઉપાય હતો ઉકાળા પીવાનો. જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો ચા-કોફીની જેમ ઉકાળા પીવાનું રાખતા હતા. આ ઉપાય હવે જોખમ સાબિત થઈ રહ્યો છે.

image soucre

કોરોનાથી બચવા માટે વધારે પ્રમાણમાં ઉકાળો પીવાનું લોકો માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલોમાં કિડની અને લીવરના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગી છે. આ સમસ્યા ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિતના ઘણા રાજ્યોમાં વકરી રહી છે.

image socure

આ રાજ્યોમાં કિડનીની સમસ્યાના દર્દીઓની સંખ્યા પહેલા કરતા વધી રહી છે. દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સમાં પણ યુરીન સંબંધિત સમસ્યાના દર્દીઓ વધવા લાગ્યા છે. દિલ્હીમાં પણ કિડની અને લીવરની તકલીફ ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે.

image socure

નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાથી બચવા લોકોમાં ઉકાળાનો ઉપયોગ વધી રહ્યો છે. કોરોના બાદ દરેક ઘરમાં ઉકાળો પીવાય રહ્યો છે. આયુર્વેદ અનુસાર ઉકાળો પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.

image soucre

ડોકટરોના જણાવ્યા મુજબ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીવાતા ઉકાળાના કારણે શરીરમાં દુખાવા સહિતની ફરિયાદોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. મોટાભાગના દર્દીઓમાં ક્રિયેટીનાઈનના સ્તરમાં વધારો થવાને કારણે કિડનીને નુકસાન થવાનું શરૂ થયું છે. કિડનીના રોગોના નિષ્ણાંતોનું કહેવું છે કે ઉકાળો ગરમ હોય છે અને તેને વધારે પીવાથી મોં અને પેટમાં અલ્સર થઈ શકે છે. ઉકાળામાં તજ, ગિલોય, કાળા મરી જેવી વસ્તુઓનું પ્રમાણ વધુ હોય છે અને આ વસ્તુઓના ઓવરડોઝના કારણે પેટમાં દુખાવો, હાર્ટબર્ન અથવા એસિડિટી જેવી સમસ્યાઓ શરૂ થાય છે. તેવામાં જો તેની સારવાર સમયસર શરૂ કરવામાં ન આવે તો કિડનીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. વધારે પડતો ઉકાળો પીવો લીવર માટે પણ હાનિકારક છે.

image soucre

નિષ્ણાંતોનું કહેવું છે કે ઉકાળાનું વધુ પડતું પ્રમાણ ખાટા ઓડકાર અને પેશાબ સમસ્યાઓનું કારણ પણ કરી શકે છે. ખાસ કરીને યુરિનમાં ઈન્ફેકશન અને કિડનીમાં જોખમી સંક્રમણ પણ થઈ શકે છે. જે લોકો પહેલાથી જ હૃદય સંબંધિત રોગથી પીડિત છે અને લોહીને પાતળું કરવાની દવા લેતા હોય છે જો તેઓ વધુ ઉકાળો પીવે તો તેમને શરીરમાં ઈન્ટરનલ બ્લીડીંગ થઈ શકે છે.

image socure

દિલ્હી સહિત બિહારની ઘણી મોટી હોસ્પિટલોના ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓનું જ્યારે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાથી બચવા માટે વધારે ઉકાળો પીધો હોવાનું સ્વીકાર્યું હતું. આવા લોકો કદાચ કોરોનાથી બચી ગયા હશે પરંતુ હવે કિડનીની બીમારીમાં સપડાય રહ્યા છે. ડોક્ટરોના કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે લગભગ 90 ટકા લોકોએ ડોક્ટરોની સલાહ વગર જ વધારે પ્રમાણમાં ઉકાળો પીધો છે.