અમેરિકામાં 24 કલાકમાં 1 લાખથી વધારે કેસ આવતાં મચ્યો હાહાકાર, જાણો કોરોના કેવો વર્તાવી રહ્યો છે કહેર

અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ પર કન્ટ્રોલ હતો પણ હવે અમેરિકામાં ફરી એક વખત કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે.

image source

તમને જણાવી દઈએ કે અમેરિકામાં મંગળવારે કોરોના વાયરસના 1 લાખથી વધારે કેસ આવ્યા હતા જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો પણ અસાધારણ રીતે વધતા દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહ્યા છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમેરિકામાં 1,08,775 કોરોનાના નવા કેસ નોંધાયા છે.

image source

આ અઠવાડિયામાં ગયા અઠવાડિયાની સરખામણીએ નવા કેસના પ્રમાણમાં 73 ટકાના તીવ્ર ઉછાળો આવ્યો છે. જેમાં તારીખ 26 જુલાઈએ -93000 કેસ હતા. જ્યારે 27 જુલાઈએ 106000 અને 28 જુલાઈએ 84735 નવા કેસ નોંધાયા છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં કોરોનાના નવા કેસની સ્થિતિ જોવામાં આવે તો ફ્લોરિડામાં 38,321 કેસ, ટેક્સાસમાં 8,642, કેલિફોર્નિયામાં 7,731 કેસ, જ્યોર્જિયામાં 3,587 કેસ, લુઈસિયાના 6,818 કેસ, યુટાહ 2,882 કેસ, અલબામામાં 2,667 અને મિસૌરીમાં 2,414 કેસ મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એક મહિના અગાઉ સરેરાશ કેસ 12,648 હતા, જે હવે 63,248 કેસ થઈ ગયા છે.

image source

જો આખી દુનિયામાં કોરોનાના કેસોની વાત કરીએ તો ફરી એકવાર એમાં વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે 5, 77 ,348 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ દરમિયાન 4, 46, 507 દર્દી કોરોનાથી સાજા થયા છે. 9460 દર્દીનાં કોરોનાને કારણે મોત થયાં છે.

અમેરિકામાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટે અમેરિકામાં તરખાટ મચાવ્યો છે… દેશના 50 ટકા જેટલા લોકોએ વેક્સિન લીધા બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે… અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 84 હજાર 447 કેસ નોંધાયા છે… કોરોનાના કેસ ફરી વધતા CDCએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.. મહત્વનું છે કે, મે મહિનામાં અમેરિકામાં કોરોનાના કેસ ઘટતા CDCએ વેક્સિન લેનારને માસ્ક ન પહેરવાનું સૂચન કર્યું હતુ… ત્યારે હવે 8 ટકાથી વધુ સંક્રમણવાળા વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે.. અમેરિકામાં 49.7 ટકા લોકો વેક્સિન લીધી હોવા છતા કોરોનાના ડેલ્ટા કેસ વધ્યા છે.. જ્યારે ભારતમાં માત્ર 7 ટકા લોકોએ વેક્સિન લીધી છે.. અમેરિકામાં કોરોનાના ડેલ્ટાના કેસ વધતા ભારતની પણ ચિંતા વધી છે…

image source

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ડેલ્ટા વેરિએન્ટ મૂળ કોરોના વાયરસથી વધારે સંક્રણ અને જોખમ છે. તે વેક્સનેટેડ લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે CDCએ મે મહિનામાં વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે માસ્ક ન પહેરવાની છૂટ આપી હતી. જો કે પછીથી CDCએ અપીલ કરી હતી કે જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે અને હોસ્પિટલમાં માસ્કનો ઉપયોગ કરવો. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 61,581 કેસ સામે આવ્યા છે.

બ્રિટનમાં ઘટવા લાગ્યા કોરોના કેસો

image source

બ્રિટનમાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. દરેક સપ્તાહમાં 21.5%નો ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યાં 17 જુલાઇએ 54,674 નવા કેસો નોંધાયા હતા. જ્યારે 26 જુલાઇએ 24,950 અને 27 જુલાઇએ 23,511 નવા કેસો નોંધાયા.