કોરોનાને લઈને નવી ચિંતાઃ આ રાજ્યના 60 વર્ષથી વધુની વયના લોકોને છે જોખમ, જાણો શું છે કારણ

દેશમાં લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ઝડપભેર ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશની 16 ટકા પુખ્ત વયની વસ્તીમાં આવતા લોકોને સંપૂર્ણ રસી એટલે કે રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણ ઓછું થયું છે. આ વય મર્યાદાના લોકોમાં ઓછું રસીકરણ જીવલેણ સાબિત થઈ શકે છે.

image soucre

ત્રીજી લહેરના ભય વચ્ચે ઘણા રાજ્યોમાં આ ઉંમરના લોકોના રસીકરણના આંકડા ચિંતાનું કારણ બની રહ્યા છે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધારે છે. ઓઆરએફ કોવિડ વેક્સીન ટ્રેકર અનુસાર, 1000 વસ્તી દીઠ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે. ઓઆરએફએ 27 ઓગસ્ટ સુધી કોવિડ રસીકરણના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.

image soucre

દેશમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના એક હજાર લોકોમાંથી 947.13 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડો તામિલનાડુમાં 523.05, ઉત્તર પ્રદેશમાં 651.12 અને પશ્ચિમ બંગાળમાં 853.48 છે. આ ત્રણેય રાજ્યોમાં આ વયજૂથના લોકોની સંખ્યા એક કરોડથી વધુ છે. મહારાષ્ટ્રમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 1.45 કરોડ છે, પરંતુ અહીં એક હજાર લોકોમાં 951.12 ડોઝ આપવામાં આવ્યા છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા થોડો વધારે છે.

image soucre

તમિલનાડુ અને પંજાબ જેવા રાજ્યોમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધારે છે, તેથી જો સરેરાશ રસીકરણ દર વધે નહીં તો કોવિડની આગામી લહેર આ રાજ્યો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

ઓઆરએફ અનુસાર, 27 ઓગસ્ટ સુધી 60 વર્ષ અને તેથી વધુની વસ્તીના 61.6 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. તે જ સમયે 31.4 ટકા લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

image soucre

જો કે આ મામલે દેશના નાના રાજ્યો વધુ સારું પ્રદર્શન કરે છે સિક્કિમ, મિઝોરમ, લક્ષદ્વીપ, ચંદીગઢ અને આંદામાન-નિકોબારમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણનું પ્રમાણ સરેરાશ કરતાં વધારે છે.

image soucre

ઉલ્લેખનીય છે કે 60 કે તેનાથી વધુની વયના લોકો માટે સંપૂર્ણ રસીકરણ ખૂબ મહત્વનું છે કારણ કે તેમને આ ઉંમરે અન્ય રોગો પણ હોય તે સૌથી સામાન્ય બાબત છે. જેના કારણે આ લોકો સંક્રમિત થવાની દ્રષ્ટિએ વધારે જોખમમાં હોય છે.