દેશમાં હવે કોરોનાનું બીજુ મોજું મુશ્કેલ, નિષ્ણાંતોએ કહેલી આ વાત જાણીને તમારી આંખો પણ ફાટી જશે

એક કરોડ કોરોના સંક્રમિતોની નજીક પહોંચેલા ભારતમાં અત્યારસુધીમાં 60 ટકા લોકો સંક્રમણની જપેટમાં આવી ચુક્યા છે. તેવામાં અમેરિકા, ઇટાલી અને જર્મની સહિત અન્ય દેશોની જેમ સંક્રમણનું બીજું મોજું આવવું મુશ્કેલ છે. એવું માનવું ભારત સરકારના નિષ્ણાત સમૂહનું છે કે જેઓ એકધારું કોરોના સંક્રમણને લઈને ગણિતીય મોડેલના આધાર પર નજર રાખી રહ્યા છે.

20.000 સક્રિય કેસની સાથે ફેબ્રુઆરી સુધી કોરોના થવા લાગશે નિષ્ક્રિય

image source

તેમનું માનવું છે કે આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એટલે કે 2021ના ફેબ્રુઆરી સુધીમા વયારસ ઘણી બધી રીતે સ્થિર થઈ જશે અને માત્ર 20000 સક્રિય દર્દીઓ જ બચશે. આ સમૂહમાં હાલમાં જ સુપર મોડલના આધાર પર કોરોના સંક્રમણના ભવિષ્યને લઈને અભ્યાસ પણ કર્યો છે. આ સમૂહમાં સીએમસી વેલ્લૌર કિટીના નિષ્ણાત ડોક્ટર ગગનદીપ કાંગ, આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગર, ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુના પ્રોફેસર બિમાન બાગચી, ભારતીય સાંખ્યિકી સંસ્થાન કોલકાતાના શંકર પાલ અરૂપ બોસ ઉપરાંત કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મનીંદ્ર અગ્રવાલનો સમાવેશ થાય છે.

વધારે રિકવરીવાળા રાજ્યોમાં મિસિંગ કેસ વધારે

image source

આ સમુહે પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે દેશમા સંક્રમણના મિસિંગ કેસ વધારે છે. તેની પાછળ સંપૂર્ણ રીતે નજર રાખવામાં ન આવી હોવાથી, એંટીજન કિટ્સ દ્વારા તપાસના ફોલોઅપમાં બેદરકારી વિગેરે છે. દેશમાં 85થી 90 ટકા સુધી મિસિંગ કેસ હોવાનું અનુમાન છે. જે રાજ્યોમા રિકવરી દર સૌથી વધારે છે ત્યાં મિસિંગ કેસીસ વધારે છે.

વિદેશમાં સંક્રમણના મિસિંગ કેસ ઓછા

image source

નિષ્ણાતોનું કેહવું છે કે ભારતમાં જ્યા સંક્રમણના મિસિંગ કેસીસ વધારે છે. ત્યાં વિદેશોમાં આ પ્રકારના કેસોની સંખ્યા ઓછી છે. યુરોપ અમેરિકા ઇટાલી જેવા દેશોમાં એક-એક કોરોના દર્દી પર 10થી 12 ટકા મિસિંગ દર્દી છે. બરાબર તે જ રીતે ફ્રાંસ, બ્રાઝીલ અને જર્મનીમાં 20થી 25 કેસ પ્રતિ સંક્રમિત દર્દી પર મિસિંગ મળી રહ્યા છે.

ગણિતીય મૉડલ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ ન કરી શકાય

image source

આઈસીએમઆરના પૂર્વ મહામારી નિષ્ણાત ડોક્ટર રમન ગંગાખેડકરનું કેહવું છે કે ગણિતીય મોડેલના આધાર પર સંક્રમણની સ્થિતિને લઈને વિશ્વાસ ન કરી શકાય. જ્યારે ચીન, અમેરિકા અને ઇટાલીમાં કોરોના ફેલાયો ત્યારે ત્યાંના ગણિતીય આકલનના હિસાબે ભારતમાં સ્થિતિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પણ કોરોનાના આવ્યા બાદ દેશમાં એક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે જે અન્ય દેશોથી સાવજ અલગ છે.

image source

એક સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં ફરીથી સંક્રમણની લહેર ઉઠવી મુશ્કેલ છે. તેની પાછળ એક મોટું કારણ વેક્સીનેશનને લઈને થઈ રહેલી તૈયારીઓને માનવામા આવે છે. એમ કહી શકાય કે બીજુ મોજું આવતા પહેલાં જ દેશની એક ચતુર્થાંશ પ્રજામાં એન્ટીબૉડી ઉત્પન્ન થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત