રિપોર્ટમાં થયો ભયંકર ખુલાસો, ભારતમાં માત્ર બે જ મહિનામાં 25 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવશે અને પછી…

જો ભારતની હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 17 લાખ 87 હજાર 13 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 1 કરોડ 12 લાખ 29 હજાર 591 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 1.60 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.org પર તમે રોજના અપડેટ સાથે જોઈ શકો છો. ત્યારે હવે એક નવી જ માહિતી આવી રહી છે અને જે તમને પણ ડરાવી દેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ફેબ્રુઆરીથી સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. જે બાદથી જ કોરોનાની બીજી લહેરનો ડર દરેક લોકોને ડરાવી રહ્યો છે.

image source

જો હાલની નવી માહિતીની વાત કરવામાં આવે તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રિસર્ચ ટીમના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે કોરોનાની બીજી લહેર લગભગ 100 દિવસ સુધી રહેશે. જો 15 ફેબ્રુઆરીથી તેની શરૂઆત માનવામાં આવે, તો મે સુધી તેની અસર જોવા મળી શકે છે. 23 માર્ચના ટ્રેન્ડને આધાર માનવામાં આવે તો દેશમાં બીજી લહેરથી લગભગ 25 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. આ આગાહી કરવામાં આવી એ પછી ચારેકોર હાહાકાર મચી ગયો છે અને લોકોમાં કાયદેસર ફફડાટ જોવા મળી રહ્યો છે. SBIના 28 પેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે લોકલ સ્તરે લોકડાઉનની કોઈ જ અસર જોવા નહીં મળે એ વાત પાક્કી છે. તેથી મોટા સ્તરે વેક્સિનેશન જ કોરોના વિરૂદ્ધની જંગ જીતવાનો એકમાત્ર ઉપાય છે.

image soucre

રિપોર્ટ વિશે જો આગળ વાત કરીએ તો અત્યારથી જ તેની ગણના કરવામાં આવે તો એપ્રિલના બીજા પખવાડિયાથી લઈને મેના મધ્ય સુધી તેનો પીક જોવા મળી શકે છે. આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશમાં કોરોના પીક પર હતો એ વાત સાથે પણ આ વાતને લોકો સરખાવી રહ્યા છે. તે સમયે દરરોજ 90 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યાં હતા. જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ ન થાય તેના માટે સરકારે સતર્ક રહેવું પડશે. આર્થિક સંકેત પર ફોકસ કરતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગત સપ્તાહથી સૂચકાંકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક રીતે કે સંપૂર્ણ રીતે કેટલાંક રાજ્યોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકડાઉન જેવાં પગલાં ઉઠાવવાની અસર આગામી મહિનાથી જોવા મળી શકે છે. વેક્સિનેશન પ્રોસેસમાં ગતિ લાવવાની દરેક રાજ્યમાં જરૂરિયાત છે.

image soucre

વેક્સિન વિશે જો હાલમાં વાત કરીએ તો હાલની સ્થિતિમાં દરરોજ વેક્સિનેશનની સ્પીડ 34 લાખથી વધારીને 40-45 લાખ કરવામાં આવે તો 3થી 4 મહિનામાં 45 વર્ષ અને તેનાથી ઉપરના લોકોને પૂરી રીતે વેક્સિનેટ કરવામાં આવી શકે છે. હેલ્થ મિનિસ્ટ્રી મુજબ દેશમાં બુધવારે ગત 5 મહિનામાં સૌથી વધુ 53,476 નવા મામલાઓ સામે આવ્યાં છે. મિનિસ્ટ્રી મુજબ દેશના 18 રાજ્યોમાં કોરોનાનો ડબલ મ્યૂટન્ટ વેરિએન્ટ મળી આવ્યા છે. ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની બીજી લહેર સમયથી પહેલાં આવી ગઈ છે. તેથી આપણે બધાંએ સચેત રહેવાની જરૂર છે.

image soucre

ત્યારે જો વાત આપણા ગુજરાતની કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેબ્રુઆરીના અંતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો ડર દરેક લોકોને ડરાવી રહ્યો છે. તેના વચ્ચે લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ 100 દિવસ સુધી રહેશે. જો 15 ફેબ્રુઆરીથી તેની શરૂઆત માનવામાં આવે, તો મેં સુધી તેની અસર જોવા મળી શકે છે.

image soucre

23 માર્ચના ટ્રેન્ડને આધાર માનવામાં આવે તો દેશમાં બીજી લહેરથી લગભગ 25 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. ગુજરાતમાં આજે કોવિડ 19ના 1961 કેસ નોઁધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં આ આંકડો અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે, બીજી બાજુ 1405 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 2,80,285 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 95.29 ટકાએ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *