કોરોનામાં નોકરી ગઈ તો ય મળશે સેલેરી, જાણી લો સરકારની આ નવી સ્કીમ વિશે

જેમણે કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવી છે એવા લોકોને મોદી સરકાર બેરોજગારી ભથ્થું આપી રહી છે આ સમયગાળો પૂરો થઈ રહ્યો હતો, પરંતુ સરકારે તેને જૂન સુધી લંબાવી દીધો છે. આ માટે કેન્દ્રની મોદી સરકારે ESICની દેખરેખ હેઠળ અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY) શરૂ કરી છે.

આ યોજના હેઠળ સરકાર એવા લોકોને બેરોજગારી ભથ્થું આપશે જેમણે કોરોના મહામારીમાં નોકરી ગુમાવી છે. એક અંદાજ મુજબ આ યોજનામાં 40 લાખ લોકોને નોકરી મળશે. અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના ESIC તરફથી વીમાધારક કર્મચારીઓને તેમની બેરોજગારી દરમિયાન રોકડ વળતરના રૂપમાં રાહત પૂરી પાડે છે. હાલમાં, આ યોજના હેઠળ, વીમાધારક કર્મચારી જ્યારે બેરોજગાર બને છે ત્યારે તેને મહત્તમ 90 દિવસની અવધિ માટે તેની સરેરાશ કમાણીનો 50 ટકા ચૂકવવામાં આવે છે.

image socure

સરકાર દ્વારા આપવામાં આવેલી આ ચુકવણીનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ દર મહિને 30,000 કમાય છે, તો તેની 90 દિવસની સરેરાશ કમાણી 90 હજારના 50% એટલે કે લગભગ 45 હજાર રૂપિયા તેને 2 વર્ષમાં આપવામાં આવશે. જો કે, મોદી સરકારની અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ફક્ત તે જ વ્યક્તિઓને મળશે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને તેમના પૈસા PF અથવા ESICમાં કાપવામાં આવ્યા છે. જો આવા લોકો કોરોના સમયગાળા દરમિયાન તેમની નોકરી ગુમાવે છે, તો કેન્દ્ર સરકાર તેમને અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના હેઠળ આર્થિક મદદ કરશે.

image soucre

આ યોજના હેઠળ, વીમાધારક વ્યક્તિ બેરોજગાર થઈ જાય અને નવી રોજગારની શોધમાં હોય તેવા કિસ્સામાં રોકડ રાહતની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ માટે, બેરોજગારી પહેલાના 2 વર્ષમાં દરેક યોગદાન સમયગાળામાં ઓછામાં ઓછા 78 દિવસનું યોગદાન આપવું જરૂરી છે. તમારે એ પણ જાણવું જોઈએ કે કઈ વ્યક્તિને આ યોજનાનો લાભ નહીં મળે. ખોટા આચરણ અથવા કોઈપણ ખોટા કામને કારણે વ્યક્તિની નોકરી જતી રહે છે, દાવો દાખલ કર્યા પછી, કંપની તેને નોકરીમાંથી કાઢી મૂકે છે, તો આવા વ્યક્તિને અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી ભથ્થું નહીં મળે. જેમણે પોતાની મરજીથી નોકરી છોડી દીધી છે, એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ સેવા અથવા VRS લીધી છે, તો તેમને આ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં.

કઈ રીતે લઈ શકશો સ્કીમનો લાભ

  • સૌથી પહેલા તમારે ESIC વેબસાઇટ www.esic.nic.in પર જવું પડશે
  • બેરોજગારી ભથ્થું મેળવવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો અને તેને યોગ્ય રીતે ભરો
  • ફોર્મ ભર્યા પછી તેને ESIC ની નજીકની શાખામાં સબમિટ કરો
  • ફોર્મ સાથે નોટરી એફિડેવિટ જોડવાનું રહેશે જેમાં 20 રૂપિયાનું સ્ટેમ્પ પેપર જોડવાનું રહેશે.
  • ફોર્મમાં AB-1 થી AB-4 ફોર્મ એકસાથે સબમિટ કરવાના રહેશે.
image socure

કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ બુધવારે સંસદમાં અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના વિશે માહિતી આપી હતી. તેલીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 82,724 દાવાઓ પ્રાપ્ત થયા હતા, જેમાંથી 7 ફેબ્રુઆરી, 2022 સુધી 61,314 દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. એટલે કે સરકારે આવા સંખ્યાબંધ લોકોને બેરોજગારી ભથ્થું આપ્યું છે. ESIC દ્વારા ચલાવવામાં આવતી આ યોજના વીમાધારક લોકો જ્યારે તેમની નોકરી ગુમાવે છે ત્યારે તેમને બેરોજગારી ભથ્થું આપે છે. અગાઉ, ભથ્થાની રકમ 25% નક્કી કરવામાં આવી હતી, જે વધારીને 50% કરવામાં આવી છે. સરકારે દાવાની કેટલીક શરતો પણ હળવી કરી છે.આ યોજના સૌપ્રથમ 1 જુલાઈ, 2018 ના રોજ રજૂ કરવામાં આવી હતી, જે બાદમાં 1 જુલાઈ, 2020 સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેરને જોતા સરકારે તેને ફરીથી 30 જૂન 2022 સુધી લંબાવી છે.