કોરોનાને માત આપવા સરકારે ત્રીજી લહેરને લઈને આ તૈયારીઓ કરી શરૂ, જાણો બાળકો માટે શું હશે ખાસ વ્યવસ્થા

કેન્દ્ર સરકારે 23,056 ICU બેડ નિર્માણની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ, સાત રાજ્યોમાં 1,000 થી વધુ બેડની સ્થાપના કરશે. તેમાં યુપી (4,007), કર્ણાટક (3,021), મહારાષ્ટ્ર (2,970), પશ્ચિમ બંગાળ (1,874), તમિલનાડુ (1,583), મધ્ય પ્રદેશ (1,138) અને આંધ્ર પ્રદેશ (1,120) નો સમાવેશ થાય છે.

image soucre

‘ઇમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરેડનેસ પેકેજ’ હેઠળ, 6 રાજ્યોમાં બાળકો માટે મંજૂર બાળકોના ઓક્સિજન બેડ 50% થી વધુ સ્થાપિત કરવામાં આવશે. મંજૂર થયેલી અંતિમ યોજના મુજબ, તેમાં મુખ્યત્વે ગ્રામીણ અને ઉપનગરીય વસ્તીનો સમાવેશ થાય છે. કોરોના મહામારીની બીજી લહેરની ટોચ દરમિયાન દેશના ગ્રામીણ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

image soucre

પેકેજની અંતિમ યોજના હેઠળ, 6 રાજ્યોને 75,218 બેડમાંથી 60 ટકા મળશે, જે ગ્રામ્ય સ્તર સુધી ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલીઓને વિસ્તારવા માટે બનાવવામાં આવશે. આ 6 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (11,770), બિહાર (9,920), આંધ્ર પ્રદેશ (9,596), ઓડિશા (8,206), આસામ (7,320) અને ઝારખંડ (5,798) નો સમાવેશ થાય છે.

image soucre

ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે કોરોનાના ત્રીજા વેવથી બાળકો સૌથી વધુ જોખમમાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો સાથે પરામર્શ કરીને જિલ્લા સ્તરે બાળકો માટે આરોગ્ય માળખાને વધારવાના હેતુથી 19,030 પેડિયાટ્રિક ઓક્સિજન બેડ અને 10,428 પેડિયાટ્રિક આઈસીયુ બેડ રાખવાની મંજૂરી આપી હતી.

ત્રીજી વેવમાં ઓક્સિજન બેડની ખુબ અછત હતી

અંતિમ યોજનાનો ડેટા બતાવે છે કે 6 રાજ્યોને 1,000 થી વધુ બાળરોગ ઓક્સિજન બેડની સ્થાપના માટે ભંડોળ મળશે. તેમાં યુપી (3,270), મધ્યપ્રદેશ (1,900), મહારાષ્ટ્ર (1,500), ઝારખંડ (1,080), બિહાર (1,060) અને છત્તીસગઢ (1,020) નો સમાવેશ થાય છે. યોજના મુજબ, 10,428 પેડિયાટ્રિક ICU માંથી 8 રાજ્યોને 450 થી વધુ બેડની સ્થાપના માટે ભંડોળ મળશે. તેમાં એમપી (1,704), યુપી (1,476), મહારાષ્ટ્ર (684), તમિલનાડુ (516), રાજસ્થાન (492), ઝારખંડ (468), અને બિહાર (456) નો સમાવેશ થાય છે.

image soucre

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજી વેવમાં રાજ્યોના અનુભવના આધારે અંતિમ યોજના લેવામાં આવી છે, જેમાં ઓક્સિજન બેડની ભારે માંગ જોવા મળી હતી. કેન્દ્રએ 23,056 આઇસીયુ બેડ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, સાત રાજ્યો 1,000 થી વધુ બેડની સ્થાપના થશે. તેમાં યુપી (4,007), કર્ણાટક (3,021), મહારાષ્ટ્ર (2,970), પશ્ચિમ બંગાળ (1,874), તમિલનાડુ (1,583), મધ્ય પ્રદેશ (1,138), અને આંધ્ર પ્રદેશ (1,120) નો સમાવેશ થાય છે.

પરીક્ષણ વધારવા માટે RT-PCR લેબની રચના

image soucre

અંતિમ યોજના હેઠળ, 5,749 લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પણ ઉમેરવામાં આવશે અને 433 RT-PCR લેબ પણ પરીક્ષણ સુવિધાઓ વધારવા માટે ઉભી કરવામાં આવશે. અંતિમ યોજના મુજબ, ચાર રાજ્યોને 30 થી વધુ નવી RT PCR લેબ્સ મળશે. આ રાજ્યોમાં ગુજરાત (66), મધ્ય પ્રદેશ (46), બિહાર (38) અને ઉત્તર પ્રદેશ (30) નો સમાવેશ થાય છે.